Not Set/ ગુજરાતમાં પ્રશ્નોના નિરાકરણના અભાવે રાશનભાવની દુકાનો થઈ બંધ, 3 કરોડ પરિવારોને થશે અસર

ગુજરાતમાં વાજબી ભાવની દુકાન ધરાવતાં સંચાલકોના રાજીનામા અને અન્યકારણથી વાજબી ભાવની દુકાનોને તાળાં લાગી ગયા છે. પરિણામે ગુજરાતના અનેક ગરીબ…

Gujarat Others
ગુજરાતમાં

ગુજરાતમાં વાજબી ભાવની દુકાન ધરાવતાં સંચાલકોના રાજીનામા અને અન્યકારણથી વાજબી ભાવની દુકાનોને તાળાં લાગી ગયા છે. પરિણામે ગુજરાતના અનેક ગરીબ પરિવારોને સરકારના વાજબી ભાવે મળતાં અનાજથી વંચિત રહેવાનો સમય આવ્યો છે.

આ પણ વાંચો : કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી કર્યું વોકઆઉટ તો સરકારે આપ્યો આ જવાબ

રાજ્યના ગરીબ પરિવારોને તદન રાહતદરે અનાજ મળી રહે તે હેતુ વાજબી ભાવની દુકાનો શરૂ કરવામાં આવી છે. વાજબી ભાવની દુકાનનુ સંચાલન કરતાં સંચાલકોને વાજબી ભાવનું અનાજ મેળવવા સહિત પડી રહેલી કેટલીક સમસ્યા અને આર્થિક રીતે પણ ઓછી આવક થતાં વાજબી ભાવની દુકાનો બંધ થાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

આ પણ વાંચો :પાટડીના ઝીંઝુવાડા ગામ ફરતે આવેલો જાજરમાન કિલ્લો, ઐતિહાસિક દેરા ભવ્ય ભૂતકાળની આજેય સાક્ષી પુરે છે

પરિણામે ગુજરાતમાં 1 હજાર 455 વાજબી ભાવની દુકાનો આજની સ્થિતિએ બંધ થઇ હોવાની વાત ખુદ રાજ્યસરકારે સ્વીકારી છે. ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકાસત્રમાં અન્ન અને નાગરિક પુરવઠાપ્રધાને લેખિત પ્રશ્નના ઉત્તરમાં આ માહિતી જાહેર કરી છે. જવાબમાં જણાવાયા મુજબ બંધ થયેલી દુકાનના 50 ટકા સંચાલકોએ રાજીનામા આપતાં હાલ તો વાજબીભાવની દુકાનો બંધ થતાં ગરીબ પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે.

વાજબી ભાવની દુકાનો થઇ બંધ

                  શહેર          – દુકાનો બંધ થઇ

  •       અમદાવાદ    –        117
  •       અમરેલી        –        159
  •         સુરત                169

મહાનગરો સહિત રાજ્યમાં વાજબી ભાવની દુકાનો બંધ થતાં 72 લાખથી વધુ પરિવારો અને 3 કરોડથી વધુ રાશનઅનાજ મેળવતાં લોકો માટે પેટ ભરવી એ પણ વિકટ સમસ્યા સર્જાઇ છે. રાજ્યમાં વાજબી ભાવની દુકાનો બંધ થતાં કેન્દ્રસરકારે અમલી બનાવેલી મફત અનાજ યોજનાનો લાભ મેળવવાથી પણ રાશનકાર્ડઘારકો વંચિત રહેશે. વાજબીભાવની દુકાનો બંધ કરવા માટે અનાજના પુરવઠો આપવામાં ગેરરીતી અને કાંઇક અંશે સંચાલકોની ગેરરીતિ સહિતના કારણ પણ જવાબદાર છે. હાલ તો સરકાર અને વાજબીભાવની દુકાનના સંચાલકો વચ્ચે અંતે રાશનકાર્ડઘારક ગરીબ પરિવારો પીસાયાં છે.

આ પણ વાંચો :રાજસ્થાન જતી લક્ઝરી બસમાંથી MD ડ્રગ્સ મળી આવ્યું, બે શખ્સની ધરપકડ

આ પણ વાંચો :સાયલા ના નાગડકા ગામે જમીન ની તકરારમાં ફાયરીંગ યુવાન ની હત્યા કરાઈ

આ પણ વાંચો :પાટડીના ઝીંઝુવાડા ગામ ફરતે આવેલો જાજરમાન કિલ્લો, ઐતિહાસિક દેરા ભવ્ય ભૂતકાળની આજેય સાક્ષી પુરે છે

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં ભારત બંધના એલાનના પગલે ખેડૂતોએ હાઈવે સર્કલ પર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું