બેઠક/ RBIની આજે મહત્વની બેઠક,3 દિવસ બાદ લોન અને EMI મોંઘા થશે!પ્રજા પર સીધી અસર પડશે

દેશભરમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં તેને ઘટાડવાના ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. RBIની મોનેટરી પોલિસી મીટિંગ આજે એટલે કે સોમવારથી શરૂ થશે.

Top Stories India
18 RBIની આજે મહત્વની બેઠક,3 દિવસ બાદ લોન અને EMI મોંઘા થશે!પ્રજા પર સીધી અસર પડશે

દેશભરમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં તેને ઘટાડવાના ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. RBIની મોનેટરી પોલિસી મીટિંગ આજે એટલે કે સોમવારથી શરૂ થશે. આ બેઠક 3 દિવસ સુધી ચાલશે. બુધવારે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પોલિસી રેટમાં વધારો અથવા ઘટાડો જાહેર કરશે. નિષ્ણાતોનું માનવું છે કે આ બેઠકમાં ગવર્નર શક્તિકાંત દાસ વ્યાજદરમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરશે.

RBI ફરી એકવાર પોલિસી વ્યાજ દરમાં વધારો કરી શકે છે. આની અસર એ થશે કે લોનની EMI ફરી એકવાર મોંઘી થઈ શકે છે. જો તમે પહેલેથી જ લોન લીધી છે, તો તમારી EMI વધી જશે અને જો તમે આગળ લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો પણ તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે.

ઉલ્લેખનીય છે  કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કર્યા પછી, તમામ ખાનગી અને સરકારી ક્ષેત્રની બેંકો લોનના વ્યાજ દરમાં વધારો કરે છે, જેની સીધી અસર સામાન્ય લોકો પર પડે છે.સેન્ટ્રલ બેંકે ગયા મહિને કોઈ શેડ્યૂલ વગર યોજાયેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. 4 મેના રોજ મોનેટરી પોલિસીની બેઠક બાદ RBIએ અચાનક રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40 ટકા અને કેશ રિઝર્વ રેશિયોમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4 ટકાથી 4.50 ટકા કર્યો હતો.

આરબીઆઈએ 4 મેના રોજ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી હતી, ત્યારથી, જાહેર-ખાનગી બેંકોથી લઈને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ, હોમ લોનથી લઈને અન્ય પ્રકારની લોન મોંઘી થઈ રહી છે. તેથી જે ગ્રાહકોએ પહેલેથી જ લોન લીધી છે તેમની EMI મોંઘી થઈ રહી છે. અને EMI મોંઘી થવાની પ્રક્રિયા અહીં અટકવાની નથી. જૂનમાં મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ લોન લેનારાઓને ફરી એક ઝટકો લાગી શકે છે.

છૂટક ફુગાવો એપ્રિલમાં સતત સાતમા મહિને વધીને 7.79 ટકાની આઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તેનું મુખ્ય કારણ યુક્રેન-રશિયા યુદ્ધને કારણે ઈંધણ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં થયેલો વધારો છે. જથ્થાબંધ કિંમતો પર આધારિત ફુગાવો 13 મહિનાથી બે આંકડામાં રહ્યો છે અને એપ્રિલમાં 15.08 ટકાની વિક્રમી ટોચે પહોંચ્યો છે.