Not Set/ મમતા પર પલટવાર કરીને કોંગ્રેસે કહ્યું પાર્ટી રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત છે અને રહેશે

કોંગ્રેસ અને તેનું નેતૃત્વ સચ્ચાઈ અને રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત છે અને હંમેશા રહેશે.

Top Stories India
mamata મમતા પર પલટવાર કરીને કોંગ્રેસે કહ્યું પાર્ટી રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત છે અને રહેશે

ભારતીય મહિલા કોંગ્રેસના કાર્યવાહક અધ્યક્ષ નીતા ડિસોઝાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની કોંગ્રેસની “રાજકીય ગંભીરતા” પરની તેમની ટિપ્પણી બદલ ટીકા કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેનું નેતૃત્વ સચ્ચાઈ અને રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત છે અને હંમેશા રહેશે.

રવિવારે ભારતીય મહિલા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નીતા ડિસોઝાએ મમતા બેનર્જી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેનું નેતૃત્વ હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત છે. નીતા ડિસોઝાએ કહ્યું, કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ્ય દેશને એક સાથે  લાવવાનો છે.

TMC ચીફ મમતા બેનર્જીની ટિપ્પણી બાદ ડિસોઝાની પ્રતિક્રિયા આવી છે. જેઓએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ રાજનીતિ પ્રત્યે ગંભીર નથી અને તેના કારણે જ નરેન્દ્ર મોદી મજબૂત બન્યા હતા. શનિવારે મમતા બેનર્જીએ કહ્યું હતું કે કોંગ્રેસ પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવામાં અસમર્થ હોવાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વધુ મજબૂત બની રહ્યા છે.