Not Set/ વાંચો…અમદાવાદના ક્યાં ક્યાં વિસ્તારોમાં લાગ્યું લોકડાઉન

જીવલેણ કોરોના બીમારીની સેકેંડ વેવની ચેનને તોડવા માટે પ્રશાશન દ્વારા સામ,દામ,દંડ,ભેદ એમ ચારેય દિશાઓમાં પોતાના લશ્કરને દોડાવામાં આવી રહ્યા છે.રાજ્યમાં રોજના 10 હજારથી વધારે કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે.જયારે મોટી સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે.આવી કફોડી પરિસ્થતિને પહોંચી વળવા માટે હવે રાજ્યના લોકોનું પણ સમર્થન લોકોને મળી રહ્યું છે. લોકો જાગૃત તો થયા […]

Ahmedabad Gujarat
lokdown વાંચો...અમદાવાદના ક્યાં ક્યાં વિસ્તારોમાં લાગ્યું લોકડાઉન

જીવલેણ કોરોના બીમારીની સેકેંડ વેવની ચેનને તોડવા માટે પ્રશાશન દ્વારા સામ,દામ,દંડ,ભેદ એમ ચારેય દિશાઓમાં પોતાના લશ્કરને દોડાવામાં આવી રહ્યા છે.રાજ્યમાં રોજના 10 હજારથી વધારે કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે.જયારે મોટી સંખ્યામાં લોકોના મોત થઇ રહ્યા છે.આવી કફોડી પરિસ્થતિને પહોંચી વળવા માટે હવે રાજ્યના લોકોનું પણ સમર્થન લોકોને મળી રહ્યું છે.

લોકો જાગૃત તો થયા જ છે જોડે જોડે એટલા જ સજાગ પણ થયા છે. હવે લોકો ડરવાની જગ્યાએ સમજદારી અપનાવીને કોરોનાની સામે જીત મેળવવા માટેની લડતને આગળ વધાવી રહ્યા છે. આ માટે લોકોએ એકસંપ થઈને કોરોનાંને હરાવવા માટે સ્વૈચ્છિક લોક ડાઉન પાળવાનું નિર્ણયને અપનાવ્યું છે. અને તેથીજ રાજ્યમાં અનેક જગ્યાએ સ્વૈચ્છિક લોક ડાઉનનું એલાન લોકોની પરસ્પર સમિતિથી આપવામાં આવ્યું છે.

તાજેતરની જો વાત કરીએ તો , અમદાવાદના સરદારનગર , કુબેરનગર , વસ્ત્રાપુર , સાબરમતી , ન્યુ રાણીપ , નરોડા અને નિકોલ વિસ્તારના લોકોએ પોતાના પરિવારની સલામતી માટે પોતાના ધંધા રોજગારને કેટલાક દિવસો પૂરતા બંધ રાખવાનું નિર્ણય લઈને સ્વૈચ્છિક લોક ડાઉન લગાવવાનું એલાન જાહેર કર્યું છે.