Not Set/ નથી ભાવતા કારેલા? તો આ રીતે બનાવો કારેલા ચાટ, જટપટ ખાવા લાગશે લોકો

પહેલા તો તમે કરેલા ધોઈને ગોળ આકારમાં કાપી લો. ત્યારબાદ તેને કોઈ વાસણમાં થોડીવાર માટે સૂકવા માટે મૂકી નાખો. ત્યારબાદ જ્યારે કારેલા સૂકી જાય એટલે તેના પર હળદ

Food Lifestyle
a 55 નથી ભાવતા કારેલા? તો આ રીતે બનાવો કારેલા ચાટ, જટપટ ખાવા લાગશે લોકો

સામગ્રી

5  કારેલા

2 નાની ચમચી લાલ મરચા

1/2 નાની ચમચી ચાટ મસાલા

1/4 નાની ચમચી ગરમ મસાલા

1/2 નાની ચમચી આંબડિયો પાઉડર

3  નાની ચમચી ચણાના લોટ

3  નાની ચમચી ચોખાનો લોટ

તેલ તળવા કરવા માટે

મીઠું સ્વાદઅનુસાર

બનાવવાની રીત

પહેલા તો તમે કરેલા ધોઈને ગોળ આકારમાં કાપી લો. ત્યારબાદ તેને કોઈ વાસણમાં થોડીવાર માટે સૂકવા માટે મૂકી નાખો. ત્યારબાદ જ્યારે કારેલા સૂકી જાય એટલે તેના પર હળદર અને મીઠું મિક્સ કરીને તેને આશરે 10 મિનિટ માટે મૂકી દો.

 હવે તેમાં લાલ મરચા, ગરમ મસાલા, મીઠું, આમચૂર અને ચપટી ચાટ મસાલા મિક્સ કરી નાખો. ત્યારબાદ કાપેલા કારેલામાં ચણાનો લોટ અને ચોખાનો લોટ કરી તેને સારી રીતે મિક્સ કરી નાખો.

હવે એક કડાહી લો. તેલ નાખી ધીમા તાપર ગરમ કરો. ત્યારબાદ તેમાં કારેલા નાખી ફ્રાઈ કરી લો.  હવે તેને કોઈ સૂકા વાસણમાં કાઢી લો અને મૂકી દો. ત્યારબાદ તેમાં ચાટ મસાલા નાખી સારી રીતે મિક્સ કરી લો. તો તૈયાર છે કરેલા ચાટ.