Bollywood/ લેસ્બિયન કિસિંગ સીનને લઇને નિયા શર્માએ કહ્યુ- સ્ત્રી ને કિસ કરવા કરતા પુરુષને કિસ કરવુ…

આજે કિસિંગ સીન કરવો સામાન્ય બાબત બની ગઇ છે. પરંતુ જ્યારે આ કિસિંગ સીનમાં પુરુષ અને સ્ત્રી નહી પણ સ્ત્રી એક અન્ય સ્ત્રીને કિસ કરતી હોય તો તે સીનને શું કહેવો?

Entertainment
cricket 13 લેસ્બિયન કિસિંગ સીનને લઇને નિયા શર્માએ કહ્યુ- સ્ત્રી ને કિસ કરવા કરતા પુરુષને કિસ કરવુ...

આજે કિસિંગ સીન કરવો સામાન્ય બાબત બની ગઇ છે. પરંતુ જ્યારે આ કિસિંગ સીનમાં પુરુષ અને સ્ત્રી નહી પણ સ્ત્રી એક અન્ય સ્ત્રીને કિસ કરતી હોય તો તે સીનને શું કહેવો? આવો જ એક કિસિંગ સીન નિયા શર્માએ કર્યો છે, જે બાદ તે ખૂબ ચર્ચામાં આવી છે.

વાયરલ વીડિયો / મૌની રોયે બધાની સામે સલમાન ખાન સાથે ડાન્સ કરવાનો કર્યો ઇનકાર, જુઓ વીડિયો

આપને જણાવી દઇએ કે, નિયા શર્મા એક ટીવી એક્ટ્રેસ છે જે પોતાના બોલ્ડ કપડાથી લઈને તેના નિવેદનોથી ચર્ચામાં બની રહેતી હોય છે. નિયાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. જો કે નિયા તેની બોલ્ડનેસને કારણે ઘણી વખત ટ્રોલ પણ થઈ ગઈ છે પરંતુ તે તેને પૂરી રીતે ઈગ્નોર કરતી આવી છે. તે માત્ર તેના ફોટાથી જ નહી પણ ઓનસ્ક્રીન ઈન્ટીમેટ સીન આપવામાં ચુકતી નથી. હાલમાં નિયાએ લેસ્બિયન ચુંબનને લઇને ચર્ચામાં આવી છે. જો કે તેણે આને લઇને પોતાનુ મૌન પણ તોડ્યું છે. નિયા શર્માએ તાજેતરમાં જ લેસ્બિયન કિસિંગ પર એક બોલ્ડ નિવેદન આપ્યું છે જે બધે જ હેડલાઇન્સ બની રહ્યું છે. વેબ સીરીઝ ટ્વિસ્ટેડમાં નિયા એક યુવતીને કિસ કરતી જોવા મળી હતી. આ સીરીઝમાં, નિયાએ ઘણા બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. તાજેતરમાં, નિયાએ ટેલીચક્કર સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, છોકરાને સાથે કિસિંગ સીન કરવુ લેસ્બિયન કિસિંગ કરતા વધારે સારું છે.

બોલિવૂડ / આલિયા ભટ્ટ કલરફૂલ બિકીનીમાં અંડર વોટર સ્વિમિંગ કરતી આવી નજર, ચાહકોએ કહ્યું જલપરી..

નિયાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, તે એક છોકરીને ચુંબન કરવામાં ખૂબ જ ડરતી હતી. કિસિંગ સીન આપ્યા પછી, તેને ખ્યાલ આવી ગયો કે છોકરીને ચુંબન કરવા કરતા છોકરાને ચુંબન કરવું ઘણુ સહેલું છે. વેબ સીરીઝ ટ્વિસ્ટેડ સિવાય નિયા શર્માએ જમાઈ રાજા 2 માટે લિપલોક કિસિંગ સીન્સ પણ આપ્યા છે. સીરીયલ ‘જમાઈ રાજા 2’ માં નિયા શર્માનો બોલ્ડ અવતાર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ શો માં નિયા શર્માએ રવિ દુબે સાથે લિપ લોક કિસ કરી સનસનાટી મચાવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ