દુર્ઘટના/ મોરબી દુર્ઘટના મામલે PM મોદી આવતીકાલે મોરબી પહોચશે, ઇજાગ્રસ્તની લેશે મુલાકાત

દુર્ઘટનામાં ધીરે ધીરે મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધી 45 થી વધારે લોકોનાં મોત નિપજ્યાં હોવાની પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.

Top Stories Gujarat
9 27 મોરબી દુર્ઘટના મામલે PM મોદી આવતીકાલે મોરબી પહોચશે, ઇજાગ્રસ્તની લેશે મુલાકાત

દુર્ઘટનામાં ધીરે ધીરે મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધી 45 થી વધારે લોકોનાં મોત નિપજ્યાં હોવાની પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. આસપાસનું તમામ તંત્ર સ્ટેન્ડ ટું છે. આ ઉપરાંત વિવિધ સહાય અને મદદ પણ ઘટના સ્થળે પહોંચી રહી છે. એરઆરપીની ટીમ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ આ ઉપરાંત એરફોર્સના ગરૂડ કમાન્ડો પણ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ ચુક્યાં છે.જો કે હાલ વડાપ્રધાન મોદી પણ ગુજરાત પ્રવાસે છે. તેઓ સીધી જ આ ઘટના પર નજર રાખી રહ્યા છે. આજનો કાર્યક્રમ ટુંકાવીને સીએમ મોરબી પહોંચી ચુક્યાં છે. જો કે પીએમના પ્રોટોકેલના કારણે તેઓ પહોંચી શક્યા નથી. તેઓ આવતી કાલે પોતાનો કેવડિયા ખાતેનો કાર્યક્રમ પુર્ણ કર્યા બાદ સીધા જ મોરબી જશે.

સરકાર દ્વારા 4 લાખ સહાયની જાહેરાત કરી દેવાઇ છે. કાલે પીએમ મોદી સીધા જ કેવડિયાથી મોરબી જશે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકો સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત જે લોકોનાં મૃત્યુ થયા છે તેમની સાથે મુલાકાત પણ કરસે. આ તમામ લોકોને સાંત્વના પાઠવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવા વર્ષે જ સૌથી મોટી હોનારત મોરબીમાં બની છે. શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત નીપજ્યા છે