Not Set/ નિર્ભયા કેસ: ગૃહ મંત્રાલયે આરોપીઓની  દયાની અરજી ફગાવી,હવે રાષ્ટ્રપતિ લેશે નિર્ણય

 હૈદરાબાદની રેપ પીડિતા બાદ હવે  દિલ્હીમાં ગેંગરેપ પછી હત્યા કરી દેવાયેલી નિર્ભયાને પણ ન્યાય મળશે તેવી લોકોમાં આશા જન્મી છે.નિર્ભયા ગેંગરેપના આરોપીઓને ફાંસીની સજા મળી છે અને તેમણે દયાની અરજી કરેલી છે ગૃહ મંત્રાલયે નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીઓની દયા અરજીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મોકલી આપી છે. ગૃહ મંત્રાલયે આરોપીઓની દયા અરજીનો અસ્વીકાર કરવા માટે […]

Top Stories India
Untitled 45 નિર્ભયા કેસ: ગૃહ મંત્રાલયે આરોપીઓની  દયાની અરજી ફગાવી,હવે રાષ્ટ્રપતિ લેશે નિર્ણય

 હૈદરાબાદની રેપ પીડિતા બાદ હવે  દિલ્હીમાં ગેંગરેપ પછી હત્યા કરી દેવાયેલી નિર્ભયાને પણ ન્યાય મળશે તેવી લોકોમાં આશા જન્મી છે.નિર્ભયા ગેંગરેપના આરોપીઓને ફાંસીની સજા મળી છે અને તેમણે દયાની અરજી કરેલી છે

ગૃહ મંત્રાલયે નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીઓની દયા અરજીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે મોકલી આપી છે. ગૃહ મંત્રાલયે આરોપીઓની દયા અરજીનો અસ્વીકાર કરવા માટે પણ અપીલ કરી છે.  ગૃહ મંત્રાલયે મોતની સજાની માફીની માગણીને નકારી કાઢી છે. હવે દોષિતોની દયા અરજી પર છેલ્લો નિર્ણય રાષ્ટ્રપતિ લેશે. દિલ્હીના ઉપરાજ્યપાલ આ અગાઉ દયા અરજી ફગાવી ચૂક્યા છે.

નિર્ભયા ગેંગરેપના આરોપીઓની દયા અરજી જો રાષ્ટ્રપતિ ફગાવી દેશે તો ત્યારબાદ આરોપીઓને ફાંસીએ લટકાવવા માટેનો રસ્તો એકદમ સાફ થઈ જશે. અને જો તેઓ દયા અરજીને ફગાવી દેશે તો સંબંધિત કોર્ટ નિર્ભયા કેસના ચારેય આરોપીઓને ફાંસી પર લટકાવવા માટે ડેથ વોરન્ટ જાહેર કરશે.

16 ડિસેમ્બર 2012ના રોજ ઘટેલા નિર્ભયા ગેંગરેપના ચારેય આરોપીને 16 ડિસેમ્બર 2019ના રોજ ફાંસીના માચડા પર લટકાવી દેવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે. તિહાડ જેલ પ્રશાસનનું કહેવું છે કે ચારેય કેદીઓને આગામી 16 ડિસેમ્બર સુધીમાં ફાંસી આપી દેવામાં આવશે કે નહીં તે વિશે હાલ કંઈ કહી શકાય તેમ નથી. પરંતુ એટલું નિશ્ચિત છે કે રાષ્ટ્રપતિ જેવી તેમની દયા અરજી ફગાવશે તેવી જ જેલ પ્રશાસ તેમને ફાંસીના માચડા પર લટકાવી દેવા માટેની તૈયારીઓ શરૂ કરી દેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.