Not Set/ જામનગરની મહિલાની પહેલ, ભિક્ષુક બાળકો આ રીતે આપી રહી છે અક્ષર જ્ઞાન

કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી. અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિ સાર્થક કરી છે જામનગરની મહિલાએ. આ મહિલા કે જે કોઈપણ NGOની મદદ વગર ભીખ માંગતા બાળકોને ફ્રીમાં સાક્ષર કરવાનું યજ્ઞ કરી રહી છે.

Top Stories Gujarat Others
sarakri shla 1 1 જામનગરની મહિલાની પહેલ, ભિક્ષુક બાળકો આ રીતે આપી રહી છે અક્ષર જ્ઞાન

જામનગરની મહિલા જેમણે ગરીબ અને ભિક્ષુક બાળકોને ભણાવવાનો વિચાર આવ્યો. અને તેના પર કામગીરી શરૂ કરી.  49 વર્ષીય રેખા નંદા જેમણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. અને ભિક્ષુક બાળકોને જ્ઞાન આપવાની શરૂઆત કરી છે. રેખા નંદા છેલ્લા ત્રણ મહિનાથી તળાવની પાળે ફૂટપાથ પર નિઃશુલ્ક પાઠશાળા ચલાવી રહ્યા છે. તેઓ ભિખ માંગતા અને ઝૂંપડપટ્ટીમાં વસતા અલગ – અલગ વયના બાળકોને સ્વખર્ચે જ્ઞાન આપી રહ્યા છે. મહત્વનું છે કે તેઓ દરરોજ કબૂતરને ચણ નાખવા તળાવની પાળે આવે ત્યારે ફૂટપાથ પર રહેતા ગરીબ બાળકોને જોયા. અને તે જ સમયે તેમને વિચાર આવ્યો કે બાળકોને અક્ષર જ્ઞાન આપવું જોઈએ.

rekha જામનગરની મહિલાની પહેલ, ભિક્ષુક બાળકો આ રીતે આપી રહી છે અક્ષર જ્ઞાન

  • ગરીબ, ભીખ માંગતા બાળકોને જ્ઞાન
  • અક્ષરજ્ઞાન સાથે સ્વાસ્થ્યની પણ કાળજી
  • અન્ય લોકો પણ સેવાયજ્ઞમાં જોડાયા

મહત્વની વાત તો એ  છે કે રેખા નંદા કોઈ પણ એનજીઓ કે સરકારી મદદ વિના જાતે જ દરરોજ સવારે છ વાગે ઊઠીને ગરીબ અને ભીખ માગતાં બાળકોને શોધી અક્ષરજ્ઞાન આપવાનું કાર્ય કરે છે. કાર્યની શરૂઆત સાથે અનેક પડકારોનો પણ તેઓએ સામનો કર્યો છે. જેમ કે ભણવાની ઈચ્છા ધરાવતા બાળકોને શોધવા, તેમના માતાપિતાને પણ મનાવવા તે કામ સૌથી વધુ પડકાર રૂપ હતું. આ બધા પડકારોને સ્વિકારી રેખાએ બાળકોને ભણાવવાની કામગીરી શરૂ કરી. અક્ષરજ્ઞાન સાથે તેઓ બાળકોની સ્વાસ્થ્યની પણ તકેદારી રાખી અનુલોમ- વિલોમ, કપાલભાતી, જેવા આસન પણ કરાવે છે. એટલું જ નહીં બાળકોને મંનોરજન મળી રહે તે માટે અઠવાડિયામાં એક વાર ગાર્ડનમાં રમવા પણ લઈ જાય છે. રેખાબેનનો આ જુસ્સો જોઈને રોજ સવારે વોકિંગ કરવા આવતા અનેક લોકો સાક્ષરતાના આ યજ્ઞમાં તેમનો સાથ આપી રહ્યા છે.

rekh nanada જામનગરની મહિલાની પહેલ, ભિક્ષુક બાળકો આ રીતે આપી રહી છે અક્ષર જ્ઞાન

અન્ય લોકો સામાજિક જવાબદારી નિભાવી ફ્રીમાં શિક્ષણકાર્ય કરે છે. પરંતુ કોઈ પણ ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને  ભણાવવાનું વિચારતું પણ નથી. ત્યારે જામનગરની ગૃહિણી રેખા નંદાએ ભારતના ભાવિ કહેવાતા નાના ભૂલકાઓને શિક્ષણ આપી શરૂ કરેલો આ સેવાયજ્ઞ સલામીને પાત્ર છે.

National / દેશમાં કોરોના રસીના 115 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા, 41%થી વધુનું સંપૂર્ણ રસીકરણ

ગોવા વિધાનસભા ચૂંટણી 2022 / મનોહર પર્રિકરના પુત્રની BJPમાં બળવો કરવાની ધમકી, કહ્યું- ટિકિટ નહીં મળે તો…

Corona effect / સરકારી શાળામાં બાળકોના એડમિશનનું પ્રમાણ વધ્યું