Not Set/ દેશમાં રાહતના સમાચારની હેટ્રિક : રિકવરી સતત ત્રીજા દિવસે સવાબે લાખ, નવા કેસ 3.54 લાખ

દેશમાં કોરોના મહામારી માટે સતત ત્રીજા દિવસે રાહતના સમાચાર જોવા મળ્યા છે.આંશિક રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે.આમ છતાં દેશમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે અને આજ સુધી વિશ્વના કોઈ પણ

Top Stories India
new case દેશમાં રાહતના સમાચારની હેટ્રિક : રિકવરી સતત ત્રીજા દિવસે સવાબે લાખ, નવા કેસ 3.54 લાખ

દેશમાં કોરોના મહામારી માટે સતત ત્રીજા દિવસે રાહતના સમાચાર જોવા મળ્યા છે.આંશિક રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે.આમ છતાં દેશમાં સતત ચોથા દિવસે કોરોના વાયરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે અને આજ સુધી વિશ્વના કોઈ પણ દેશમાં આવું બન્યું નથી. ફરી એક વખત બે લાખથી વધુ દર્દીઓ કોરોનામુક્ત થયા છે.જ્યારે ત્રણ દિવસમાં પોણા સાત લાખ લોકો કોરોના મુક્ત થયા છે.રવિવારે દેશમાં 3.54લાખ કેસ નોંધાયા છે અને 2800 લોકોનાં મોત નીપજ્યાં છે.

priyanka gandhi 19 દેશમાં રાહતના સમાચારની હેટ્રિક : રિકવરી સતત ત્રીજા દિવસે સવાબે લાખ, નવા કેસ 3.54 લાખ

નવા કેસ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ એક્ટિવ કેસ પહોંચ્યા છે. હવે એક્ટિવ કેસનો આંકડો 28.9 લાખને પાર પહોંચ્યો છે. તેની સામેસતત બીજા દિવસે 2800થી વધુના મોત નિપજ્યા છે. મહારાષ્ટ્રમાં સર્વાધિક 66,191 નવા કેસ નોંધવામાં આવ્યા છે.

mumbai દેશમાં રાહતના સમાચારની હેટ્રિક : રિકવરી સતત ત્રીજા દિવસે સવાબે લાખ, નવા કેસ 3.54 લાખ

 

મંત્રાલયે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 35,311 કેસ મળ્યા છે.દિલ્હી અને મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. કોરોનાગ્રસ્તની સંખ્યા દરરોજ રેકોર્ડ તોડી રહી છે. અન્ય રાજયોના આંકડા પર નજર કરીએ તો નવા કેસનો આંકડો નવી દિલ્હી 22,933, કર્ણાટક 33,804, છત્તીસગઢ 12,666, મધ્યપ્રદેશ 13601, કેરળ 28469, ગુજરાત 14,296, તમિળનાડુ 15,569, બિહાર 12,795 ,આંધ્ર પ્રદેશમાં 12,634 જ્યારે હરિયાણામાં 10,985 કેસ નોંધાયા છે. પશ્ચિમ બંગાળ સહિત 15,889 સહિતના 12 રાજ્યોમાં રોજ ચેપના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

tikri દેશમાં રાહતના સમાચારની હેટ્રિક : રિકવરી સતત ત્રીજા દિવસે સવાબે લાખ, નવા કેસ 3.54 લાખ

દેશમાં થયેલા કુલ ચેપમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિળનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, સારવાર હેઠળ રહેલા દર્દીઓમાં 66.66 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, ગુજરાત અને કેરળના છે.

Untitled 42 દેશમાં રાહતના સમાચારની હેટ્રિક : રિકવરી સતત ત્રીજા દિવસે સવાબે લાખ, નવા કેસ 3.54 લાખ