Not Set/ રાજ્યમાં રાહત યથાવત, કોરોનાના નવા કેસ માત્ર 29 નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 29 નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,24,137 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું  મોત થયું નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 61 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની […]

Gujarat
corona 1 રાજ્યમાં રાહત યથાવત, કોરોનાના નવા કેસ માત્ર 29 નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 29 નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,24,137 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું  મોત થયું નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 61 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 814059 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 411  છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3 કરોડ,01 લાખ,46 હજાર ,996 થઈ

રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૧૮ થી વધુ ઉંમરના કુલ 4, કરોડ 93 લાખ ,20,હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા

પર મિલીયન વેક્સિનેશનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર

રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2,31,30,913 અને બંને ડોઝ લેનારાની સંખ્યા 70,16,083

આમ રસીકરણ માટે પાત્રતા ધરાવતા લોકો માંથી સમગ્રતયા ૪૭ ટકા લોકોને સિંગલ ડોઝ અપાઈ ગયો

રાજ્યના 2,678 સરકારી અને 57 ખાનગી વેક્સીનેશન સેન્ટર મળીને કુલ 2,732 વેક્સીનેશન સેન્ટર પરથી રસીના ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે

આજે તા. 20 જુલાઈએ રાજ્યમાં ૪ લાખ ૧૨ હજાર ૪૯૯ વ્યક્તિઓનું રસીકરણ થયું છે.