પંચમહાલ/ વાવાઝોડાના પગલે રદ થયેલી એસટી બસોની ટ્રીપો શરૂ થતાં મુસાફરોને રાહત

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ તાઉતે  વાવાઝોડાની અસરના પગલે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં સમાવેશ થતા સાત ડેપો માં એસ.ટી.ના અંદાજીત ૧૫૦૦ જેટલા રૂટો ને સ્થગિત કરવામાં આવ્યા હતા જેમાં લોકલ, એકસપ્રેસ સહિતની બસ બંધ રહી હતી. સાવચેતીના ભાગરુપે એસ.ટી.ના અધિકારીઓ-કર્મચારીઓને હેડ કર્વાટર ન છોડવા વિભાગીય નિયામક દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. ગોધરામાં પણ […]

Gujarat Others
Untitled 242 વાવાઝોડાના પગલે રદ થયેલી એસટી બસોની ટ્રીપો શરૂ થતાં મુસાફરોને રાહત

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

તાઉતે  વાવાઝોડાની અસરના પગલે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં સમાવેશ થતા સાત ડેપો માં એસ.ટી.ના અંદાજીત ૧૫૦૦ જેટલા રૂટો ને સ્થગિત કરવામાં આવ્યા હતા જેમાં લોકલ, એકસપ્રેસ સહિતની બસ બંધ રહી હતી. સાવચેતીના ભાગરુપે એસ.ટી.ના અધિકારીઓ-કર્મચારીઓને હેડ કર્વાટર ન છોડવા વિભાગીય નિયામક દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા.
ગોધરામાં પણ સોમવારની રાત્રીથી ભારે પવન ફુંકાયો હતો અને ઝરમર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વાવાઝોડાએ સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં ભારે તબાહી અને તારાજી સર્જી છે ત્યારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ સાવચેતીના પગલા ભરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે ગોધરા ડિવિઝન માં એસ.ટી.ના તમામ ૧૫૦૦ રૂટો સ્થગિત કરી દેવાયા હતા. પરંતુ હાલ તૌકતે મહા વાવાઝોડું છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતીઓના શ્વાસ અદ્ધર કરી રાખ્યા હતા. આખરે આ સંકટ ગઈકાલે ટળ્યું હતું. ત્યારે મહા વાવાઝોડાને લઈને હવામાન વિભાગના જણાવ્યા મુજબ મહા વાવાઝોડાનું સંકટ સંપૂર્ણપણે ગુજરાતના માથા પરથી નીકળી ગયુ છે. તો સાથે જ ગુજરાતમાં હવે વરસાદનું વિધ્ન પણ આડે નહિ આવે.

ત્યારે તાઉતે મહા વાવાઝોડાનું સંકટ સંપૂર્ણપણે ગુજરાતના માથા પરથી નીકળી ગયુ છે. જેના પરિણામે ગોધરા વિભાગના સાત ડેપોના સ્થગિત કરી દેવામાં આવેલા તમામ રૂટ પૂર્ણ રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યાં છે ગોધરાના વિભાગીય નિયામક બી.આર.ડિડોર ને પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં સમાવેશ સાત ડેપો માં લાંબા રૂટ માં ગયેલી સૌરાષ્ટ્ર, વડોદરા, અમદાવાદ તરફ જતી બસો ને વાવાઝોડાની અસરને કારણે ગોધરા ડિવિઝન એસ.ટી વિભાગની બસોને કેટલું નુકસાન અને આવકમાં કેટલી ખોટ ગઈ તેની માહિતી પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હાલ કોરોના મહામારી કારણે એસ.ટી વિભાગના ૫૦ ટકા સંચાલન કરવામાં આવે છે અને હાલ વાવાઝોડા કારણે એસ.ટી બસોને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. અને તમામ રૂટ ની બસ સેવાઓ પુનઃ કાર્યરત કરવામાં આવી છે.