Not Set/ જાણો, ચંદ્રગ્રહણના દિવસે રાજ્યનું કયુ મંદિર રહશે ખુલ્લુ, રાત્રિના સમય દર્શન માટે દ્વાર ખુલ્લા

વર્ષ 2019નું આજે એટલે કે મંગળવારે બીજુ ચંદ્ર ગ્રહણ દેખાશે. અષાઢ મહિનાની શુક્લ પક્ષે ચંદ્ર ગ્રહણના દિવસે ગુરુ પૂર્ણિમા પણ છે, જેથી આ દિવસનું મહત્વ વધી ગયું છે. ખાસ વાત એ છે કે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં પણ જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ નહીં પણ આંશિક હશે. પ્રસિધ્ધ યાત્રાધામ […]

Videos
f.vnds 3 જાણો, ચંદ્રગ્રહણના દિવસે રાજ્યનું કયુ મંદિર રહશે ખુલ્લુ, રાત્રિના સમય દર્શન માટે દ્વાર ખુલ્લા

વર્ષ 2019નું આજે એટલે કે મંગળવારે બીજુ ચંદ્ર ગ્રહણ દેખાશે. અષાઢ મહિનાની શુક્લ પક્ષે ચંદ્ર ગ્રહણના દિવસે ગુરુ પૂર્ણિમા પણ છે, જેથી આ દિવસનું મહત્વ વધી ગયું છે. ખાસ વાત એ છે કે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં પણ જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ નહીં પણ આંશિક હશે.

પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં ગુરૃપૂર્ણીમા પુનને લઇને વહેલી સવારથી જ ભકતોનુ ઘોડાપુર ઉમટયુ હતુ.એક માત્ર શામળાજી મંદિર છે કે જ્યા ચંદ્રગ્રહણ હોવા છતા  પણ મંદિરના દ્વારા ખુલ્લા રાખવામાં આવે છે.ચંદ્રગ્રહણ અને ગૃરૂપૂર્ણિમાના પ્રસંગનો 149 વર્ષે અનોખો સંયોગ છે.જય શામળિયા ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. ત્યારે શામળાજીમાં ભગવાન શામળાજીના દર્શન કરવા માટે ભક્તોનો ઘોડાપૂર આવ્યું છે. ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે ભક્તોએ શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આપને જણાવી દઈએ કે આમ તો તમે ચંદ્રને અનેક વખત અલગ અલગ રંગમાં જોયો હશે. પરંતુ ચંદ્ર જ્યારે લાલ રંગનો થાય છે ત્યારે તેનું આકર્ષણ અનેરું હોય છે. ચાંદ ફક્ત પૂર્ણ ચંદ્રગ્રહણના દિવસે એટલે કે પૂનમે જ લાલ થાય છે.

ઉલ્લેખનીય છે કે 16-7-19ના રોજ ગ્રહણ બપોરના 4 થી વેધ શરૃ થવાનો છે જયારે ગ્રહણનો સ્પર્શ મધ્યરાત્રિના 1.32 કલાકેથી મધ્યરાત્રીની 3.01 કલાક સુધી ચાલુ રહેશે. જયારે ગ્રહણનો મોક્ષ સવારે 4-00 કલાકે થશે આ ચંદ્ર ગ્રહણ કુલ 2 કલાક અને 59 સેકંડ માટે રહેશે. આ ગ્રહણ માટે કોઈ સાવચેતી રાખવાની જરૂર નથી.

ગુરુ પૂર્ણિમાના દિવસે ખંડગ્રાસ ગ્રહણ થઈ રહ્યું છે ત્યારે રાજ્યમાં મંદીરોમા દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.

પાવાગઢમાં માતાજીના દર્શન આ ગ્રહણ દરમિયાન બંધ રહેશે.પાવગઢમાં માતાજીના દર્શન પૂર્ણિમાના દિવસે બપોરના 4 કલાકથી બીજે દિવસે તા. 17ના રોજ સવારના ૫ વાગ્યા માતાજીના દર્શન બંધ રહેશે. ત્યારબાદ રાબેતા મુજબ દર્શન ખુલ્લા મુકવામાં આવશે.

યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન શ્રી મહાકાળીકા માતાજીના મંદિર ટ્રસ્ટ તારીખ 16ને મંગળવારના રોજ ગુરૃ પૂર્ણિમામાના દિવસે ખંડગ્રાસ ગ્રહણને લઇ માતાજીના દર્શનમાં વેધ પડતો હોય માતાજીના દર્શન ગ્રહણ દરમિયાન બંધ રાખવાનું અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યુ છે.