જન્માષ્ટમી/ શ્રીકૃષ્ણએ આપેલાં આ 10 ઉપદેશો અપનાવો, જીવનનો થઇ જશે બેડો પાર

જન્માષ્ટમીનો ઉત્સવ એટલે ભગવાન શ્રીકૃષ્ણના આ પૃથ્વી પર તેમના જન્મદિનની ઉજવણી. ભગવાન  શ્રીકૃષ્ણ એટલે આ ધરતી પર ભગવાન શ્રી વિષ્ણુનો આઠમો અવતાર.દેશના કરોડો લોકો આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધુમથી ઉજવી રહ્યાં છે.

Rashifal Dharma & Bhakti
કૃષ્ણ

આજે કૃષ્ણ ભક્તો આખા દિવસના ઉપવાસ સાથે મોડી રાત સુંધી જાગરણ કરી આ દિવસની ઉજવણી ખુબજ હર્ષોલ્લાસ પૂર્વક કરશે. રાત્રે 12 વાગે ભકતો  કૃષ્ણમંદિરોમાં  તેમજ હવેલીમાં ભગવાનના દર્શન માટે ઉમટી પડશે. તો સાથે સાથે કેટલાક ભક્તો પોતાના ઘરે તેમજ સોસાયટી અને શેરીઓ માં માખણ-મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન પણ કરશે.

અહીં આપને જણાવી એ કે રાત્રે 12 વાગે ઉજવણીનું માહાત્મ્ય એટલા માટે છે કારણકે શ્રીકૃષ્ણનો જન્મ ભારત દેશના ઉત્તર પ્રદેશમાં યમુના નદીના કિનારે આવેલા ગોકુલ ગામમાં રાત્રે બરાબર 12 વાગ્યે થયો હતો.

દહીં-હાંડી ફોડવાની ઉજવણીએ  કૃષ્ણ ના આનંદી અને તોફાની સ્વભાવની યાદ અપાવે છે તો રાસલીલા એ શ્રીરાધાજી અને ગોપીઓ સાથે ના તેમના નટખટ-માયાળુ વ્યક્તિત્વ અને તેમના યુવાનીના દિવસોની યાદો તાજી કરે છે.

શ્રીમદ ભાગવત ગીતા એટલે  પાન્ડુ પુત્ર અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ [અર્જુનના માર્ગદર્શક તેમજ સારથી] વચ્ચેના યુદ્ધભૂમિ પર ના સંસ્કુત સંવાદોનું વર્ણન છે. જેમાંથી મનુષ્ય એ ધર્મ, કર્મ, ભક્તિ અને યોગિક આદર્શો ની વિભવનાં વિષે પ્રેરણા મેળવે છે.

જો કે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ સંસ્કૃત ભાષા તેની લોકપ્રિયતા ગુમાવી રહી છે. જે આપણા માટે દુ:ખની વાત છે. સાથોસાથ શ્રીમદ ભાગવત ગીતામાં અપાયેલા ઉપદેશોનું મૂલ્ય પણ મનુષ્ય જીવનમાંથી વિસરાતું જાય છે.

માટે જન્માષ્ટમીના પાવન અવસરે તમારા માટે અહીં ભાગવત ગીતાના કેટલાક ઉપદેશો  જણાવીએ છીએ. જે હંમેશા ખુશ અને પ્રામાણિક જીવન વીતવા માટે માનવીએ અપનાવા અને અનુસરવા જોઈએ.

-કર્મયોગ વાસ્તવમાં એક ગૂઢ રહસ્ય છે.

-જયારે મનુષ્ય પોતાના કાર્યમાં આનંદ શોધી લે છે, ત્યારે તે પૂર્ણતા પ્રાપ્ત કરે છે.

-તે બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરી,  હું અને મારુની લાલસાથી મુક્ત થાય છે ત્યારે તેને પરમ શાંતિ નો અનુભવ થાય છે.

-મનની ગતિવિધિઓ, હોશ, શ્વાસ અને ભાવનાઓના માધ્યમથી ભગવાનની શક્તિ સદાય મનુષ્યની  સાથે છે અને સતત તમારો એક સાધનની જેમ ઉપયોગ કરી કાર્ય કરી રહી છે.  તેથી જ ફળની અપેક્ષા રાખ્યા વિના મનુષ્યએ કર્મ કરતા રહેવું.

-.તમે એના માટે દુઃખી થાવ છો જે તમારું દુઃખી થવાનું યોગ્ય કારણ જ નથી અને તોય પાછી જ્ઞાનની વાતો કરો છે. બુદ્ધિમાન -વ્યક્તિ એ જીવિત કે મૃત કોઈના પણ માટે દુઃખી થતા જ નથી.

-મન – માત્ર મન જ કોઈ નો શત્રુ કે મિત્ર બની શકે છે.

-ભગવાન કૃષ્ણ દરેક વસ્તુ અને વ્યક્તિમાં છે. અને તેઓ બધાથી ઉપર પણ છે.

-જન્મ લીધેલા જીવ માટે મૃત્યુ એટલું જ નિશ્ચિત છે.આ દુનિયામાં જન્મ લેનારનું મોત નિશ્ચિત છે માટે તેના માટે શોક ના કરો.

-જે વાસ્તવિક નથી., ક્યારેય વાસ્તવિક નહોતું અને કદી વાસ્તવિક બનવાનું પણ નથી તો તેના માટે ડરવાનું શું કામ ?  જે વાસ્તવિક છે એ તો હંમેશા વાસ્તવિક હતું અને એને કદી નષ્ટ કરી શકાશે પણ નહીં

-સંસ્કારી વ્યક્તિ માટે ગંદકીનો ઢગલો, પથ્થર અને સોનુ બધું જ એક સમાન છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે, હું ધરતીની મધુર સુગંધ છું. હું અગ્નિની ગરમી [ઉષ્મા] છું. બધા જ જીવિત પ્રાણીઓનું જીવન અને સન્યાસીઓનું આત્મસંયમ છું.

આ પણ વાંચો:જન્માષ્ટમી પર આ ખાસ વસ્તુઓ ઘરે લાવો, ધન લાભની સાથે તમને જે જોઈએ તે મળશે!

આ પણ વાંચો:આ છે ભારતના 10 પ્રખ્યાત ઈસ્કોન મંદિર, સુંદરતમાં એકએકથી છે ચડિયાતા

આ પણ વાંચો:વિશ્વનું સૌથી મોટું કૃષ્ણ મંદિર ક્યાં બની રહ્યું છે? આવો જાણીએ