Not Set/ ભાઇને રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય કયો? વાંચી લો રક્ષાબંધનના મુહૂર્ત

અમદાવાદ આ વખતે 26મી ઓગસ્ટના દિવસે મનાવવામાં આવશે. જો કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પુનમ ભાંગી તિથિ છે. તેથી રક્ષાબંધન 25મીની બપોરથી શરૂ થઈ જશે. જોકે આપણે ત્યાં તે 26મી તારીખે મનાવવામાં આવશે.  જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો વાત કરીએ તો પુનમ તિથિ 25 ઓગસ્ટે બપોરના 3:16 મિનિટે શરૂ થશે. 26 ઓગસ્ટ સાંજે 5:25  મિનિટ સુધી રહશે. આ દિવસે, ઘનિષ્ઠ નક્ષત્ર 12.35 વાગ્યા સુધી રહેશે. એવું માનવામાં આવે છે કે પંચકમાં શુભ કાર્યનો […]

Navratri 2022
nnnnnnn ભાઇને રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય કયો? વાંચી લો રક્ષાબંધનના મુહૂર્ત

અમદાવાદ

આ વખતે 26મી ઓગસ્ટના દિવસે મનાવવામાં આવશે. જો કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પુનમ ભાંગી તિથિ છે. તેથી રક્ષાબંધન 25મીની બપોરથી શરૂ થઈ જશે. જોકે આપણે ત્યાં તે 26મી તારીખે મનાવવામાં આવશે.  જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો વાત કરીએ તો પુનમ તિથિ 25 ઓગસ્ટે બપોરના 3:16 મિનિટે શરૂ થશે. 26 ઓગસ્ટ સાંજે 5:25  મિનિટ સુધી રહશે. આ દિવસે, ઘનિષ્ઠ નક્ષત્ર 12.35 વાગ્યા સુધી રહેશે. એવું માનવામાં આવે છે કે પંચકમાં શુભ કાર્યનો નિષેદ નથી.  રક્ષાબંધનના દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર  અને પંચક છે છતાં રાખડી બાંધવામાં કોઈ અવજોગ નથી..

આપને જણાવી દઈએ કે, રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન તહેવાર છે દર વર્ષે શ્રાવણ માસના પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આ વર્ષે તારીખ 26 ઓગસ્ટ અને રવિવારના રોજ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધીને પોતાની રક્ષાનું વચન માંગતી હોય છે અને ભાઈ પણ તેને યોગ્ય ઉપહાર આપે છે બહેનની આખું વર્ષ રક્ષા કરવાની કસમ ખાય છે .

આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનને ઘણો લાંબો સમય મળશે રક્ષાબંધનના દિવસે ભદ્રા ન લાગવાના કારણે આખો દિવસ ઘણા શુભ મુહૂર્તોમાં તમે રાખડી બાંધી શકાશે. શ્રાવણ મહિનાની પુનમ ની તિથિ તારીખ 25 ઓગસ્ટના ત્રણ વાગ્યાથી જ શરૂ થઈ જાય છે અને તે બીજે દિવસે તારીખ 26ઓગસ્ટ અને રવિવારના દિવસે સાંજના પાંચ વાગ્યા સુધી કોઈપણ સમયે રાખડી બંધાવી શકે છે અને બહેન પોતાના ભાઈને હોશે-હોશે રાખડી બાંધી પણ શકે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ રક્ષાબંધનના દિવસના અમુક સારા મુહૂર્તો.

તો એવો જાણીયે રક્ષાબંધનમાં રાખડી બાંધવા માટેના શુભ સમય વિશે..

 રક્ષાબંધનનું શુભ મૂર્હુતઃ

ભાઈને રાખડી બાંધવા માટે 26 ઓગસ્ટના સવારે 7:43થી બપોરે 12:28 સુધીનો સમય સારો છે. આ મૂર્હુત 2.03 વાગ્યાથી 3.38 વાગ્યા સુધી ચાલશે. સાંજે 5.25 પર પૂર્ણિમાં તિથિ પૂર્ણ થઇ જશે. જો કે, સૂર્યોદય વ્યાપિની તિથિ મનાવાને કારણે રાત્રે પણ રાખડી બાંધી શકાય છે…

શુભ મુહર્ત 

લાભ સવારે : 9.18 થી 10.53

અમૃત સવારે :10.53 થી 12.28

શુભ બપોરે :2.03 થી 3.38

શુભ સાંજ: 6.48 થી 8.13

અમૃત સાંજે: 8.13 થી 9.38

ચલ રાત્રે: 9.38 થી 11.03

ક્યાં મુહર્તમાં રાખડી ના બાંધવી જોઈએ

રાહુ કાળ સવારે: 5.13 થી 6.48

યમ બપોરે 12.28 થી 2.03

કાળ બપોરે 12.28 થી 2.03