Not Set/ સરકાર સાથે MOU થયેલ ખાનગી હોસ્પિટલમાં હવે મળી શકશે રેમડેસિવીર ઇન્જેક્શન

દર્દીઓના સગા  કોરોના માટે જરૂરી એવી દવા અને ઇન્જેક્શન માટે લાંબી લાઈનોમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.

Gujarat Others Trending
morvsa hadaf 1 સરકાર સાથે MOU થયેલ ખાનગી હોસ્પિટલમાં હવે મળી શકશે રેમડેસિવીર ઇન્જેક્શન

ગુજરાત રાજ્યમાં કોરના વાઈરસનો અજગરી ભરડો દિવસે ને દિવસે વધુને વધુ મજબુત બનતો જઈ રહ્યોછે. ત્યારે રાજ્યમાં કોરોનાકાહ્રે તરફ કોરોના તાંડવ કરતો નજર આવી રહ્યો છે. જયા નજરો પડે ત્યાં દોડતી એમ્બ્યુલન્સ નજરે  પડી રહી છે.

રાજ્યમાં કોરોના ટેસ્ટીંગ બુથ પર ટેસ્ટીંગ કીટ ખૂટી હોવાના અહેવાલો આવી રહ્યા છે તો હોઅપીતાલમાં દર્દીઓ માટે બેડ નથી. તો દાખલ દર્દીઓ માટે ઓક્સીજન અને અને જરૂરી દવાની ભારે અછત વર્તાઈ રહી છે. દર્દીઓના સગા  કોરોના માટે જરૂરી એવી દવા અને ઇન્જેક્શન માટે લાંબી લાઈનોમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.

ત્યારે રેમડેસિવિર ઇન્જેન ની અછતના મામલે રાજ્ય સરકાર ની સૂચના મુજબ જીએમસીએલ (ગુજરાત મેડીકલ સર્વિસ કો. લી. ) દ્વારા તમામ જિલ્લા ના કલેક્ટર ને વિશેષ સત્તા  આપવા માં આવી છે. ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો ને રેમડેસિવિર ઇન્જેક્શન વહેંચણી માટે સત્તા આપવામાં આવી છે. આ મુદ્દે આજે ગાંધીનગરના કલેક્ટર દ્વારા પરિપત્ર જાહેર કરવા આવ્યો છે. જે અન્વયે ગાંધીનગરમાં કુલ ૩૦ જેટલી ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ્સ છે. જેના ઇ મેઇલ આઇ ડી પણ જાહેર કરવામાં આવશે.

સરકાર સાથે એમઓયુ થયેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ગાંધીનગરમાં ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. સીધો જથ્થો હવેથી હોસ્પિટલને મળશે જે માટે યાદી તૈયાર કરીને આપવાની રહેશે. જે બાદ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવાશે.

ઉલ્લેખનીય છે કે, પહેલા ગવર્મેન્ટ હોસ્પિટલમાં જ રેમેડેસીવિર ઇન્જેક્શનનો જથ્થો મળતો હતો. પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ કવિડનો જેનો સ્કોર ઉંચો છે તેને પણ ઇન્જેક્શન મળવા જોઈએ. જે માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયનો ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ દ્વારા સંપર્ક કરી રજૂઆત કરવા માં આવી હતી.