અમેરિકા/ ચૂંટણી અધિકારીઓએ ટ્રમ્પના દાવા ફગાવ્યા, કહ્યું ચૂંટણીમાં કોઈ જ પ્રકારની ગરબડ

અમેરિકાની ચૂંટણી પરિણામો આવી ચુક્યા છે. બિડેન મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકી વોટિંગ મશીન સિસ્ટમમાંથી તેમને મળેલા 27 લાખ મત ડિલિટ કરવાના આધારહિન આક્ષેપો લગાવ્યાના એક કલાક બાદ જ ચૂંટણી

Top Stories World
tulsi 18 ચૂંટણી અધિકારીઓએ ટ્રમ્પના દાવા ફગાવ્યા, કહ્યું ચૂંટણીમાં કોઈ જ પ્રકારની ગરબડ

અમેરિકાની ચૂંટણી પરિણામો આવી ચુક્યા છે. બિડેન મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકી વોટિંગ મશીન સિસ્ટમમાંથી તેમને મળેલા 27 લાખ મત ડિલિટ કરવાના આધારહિન આક્ષેપો લગાવ્યાના એક કલાક બાદ જ ચૂંટણી અધિકારીઓએ તેમના આ દાવાને ફગાવી દીધો હતો. અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું કે ચૂંટણીમાં કોઈ જ પ્રકારની ગરબડ થઈ નથી અને ગરબડના કોઈ પૂરાવા પણ અમને મળ્યા નથી.

ચૂંટણી અધિકારીઓએ એક નિવેદનમાં કહ્યું કે 3 નવેમ્બરે થયેલી ચૂંટણી અમેરિકી ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી સુરક્ષિત ચૂંટણી છે. તેમણે કહ્યું કે આ વાતના કોઈ પૂરાવા નથી કે મતદાન પ્રણાલી સાથે કોઈ સમજૂતિ કરવામાં આવી નથી અને ભ્રષ્ટાચારના પણ કોઈ પૂરાવા અમને મળ્યા નથી. દેશભરમાં સુરક્ષિત અને પારદર્શક રીતે જ મતદાન કરવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયામાં ગોટાળો થયાના તમામ દાવા નિરાધાર છે. ચૂંટણી પ્રક્રિયાની સુરક્ષા અને અખંડતા પર તેમને સંપૂર્ણ ભરોસો છે અને હોવો પણ જોઈએ. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેને એરિજોના રાજ્યમાં જીત હાંસલ કરીને રાજ્યના 11 ઈલેક્ટોરલ વોટ જીતી લીધા છે. આ રીતે તેમણે ટ્રમ્પ સામે મોટી લીડ હાંસલ કરી છે.