Not Set/ મ્યાનમારમાં જલિયાવાલા બાગનું પુનરાવર્તન, નિર્દોશ લોકો પર સેના દ્વારા અંધાધૂધ ફાયરિંગ

મ્યાનમારમાં જલિયાવાલા બાગની ઘટાનાનું પુનરાવર્તન ચાલી રહ્યુ છે. અહી સેના નિર્દોશ લોકો પર અંધાધૂધ ફાયરિંગ કરી રહી છે……

World
ગરમી 71 મ્યાનમારમાં જલિયાવાલા બાગનું પુનરાવર્તન, નિર્દોશ લોકો પર સેના દ્વારા અંધાધૂધ ફાયરિંગ

મ્યાનમારમાં વિરોધ કરી રહેલા લોકો પર સુરક્ષા દળોએ ફાયરિંગ કર્યા બાદ ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, મંડાલેમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ કરવામાં આવી, જેમાં ત્રણ લોકો માર્યા ગયા. સેન્ટ્રલ ટાઉન પ્યેયમાં અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કોમર્શિયલ કેપિટલ યંગૂનમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતા. પ્રદર્શન એટલુ ઉગ્ર હતુ કે સુરક્ષા દળોએ એમ્બ્યુલન્સને પણ જવાથી રોકી દીધી હતી.

ગરમી 72 મ્યાનમારમાં જલિયાવાલા બાગનું પુનરાવર્તન, નિર્દોશ લોકો પર સેના દ્વારા અંધાધૂધ ફાયરિંગ

વિરોધ પ્રદર્શન / ફ્રેન્ચ ઓસ્કર સેરેમનીમાં Nude થઇ એક્ટ્રેસ, સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા

દેશમાં જ્યારે અંગ્રેજો રાજ કરતા હતા તે દરમિયાન બ્રિટિશરોએ જલિયાવાલા બાગ ખાતે હજારો લોકો કે જેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા હતા તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં હજારો લોકો માર્યા ગયા હતા. આવી જ ઘટના હાલમાં મ્યાનમારમાં ઘટી રહી હોય તેવા સમાચાર છે. જી હા, મ્યાનમાર આર્મીએ મ્યાનમારનાં માંડલેમાં જલિયાવાલા બાગની ઘટનાનું એકવાર ફરી પુનરાવર્તન કર્યુ છે. અહી શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા હજારો લોકો પર આવી જ રીતે ગોળીબાર કરવામાં આવ્યો છે. મ્યાનમારથી જે તસવીરો સામે આવી રહી છે તે તમને વિચલિત કરી શકે છે.

ગરમી 73 મ્યાનમારમાં જલિયાવાલા બાગનું પુનરાવર્તન, નિર્દોશ લોકો પર સેના દ્વારા અંધાધૂધ ફાયરિંગ

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક આટલા કરોડને પાર, US બાદ હવે બ્રાઝિલમાં વધ્યા કેસ

માંડલેમાં સેનાએ વિરોધીઓને નિર્દય રીતે ત્રાસ આપ્યો છે અને આ અત્યાચારની તસવીરો જોયા પછી સંયુક્ત રાષ્ટ્રનાં પત્રકારે કહ્યું છે કે મ્યાનમારની સેના લોકોનું નરસંહાર કરી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપને મ્યાનમારમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે. 1 ફેબ્રુઆરીથી લશ્કરી તખ્તો પલટ્યા બાદ 70 લોકો માર્યા ગયા છે. આપને જણાવી દઇએ કે, પ્રદર્શન કરનારા લોકો અટકાયત કરવામાં આવેલા નેતા આંગ સાન સુ કી અને અન્ય પ્રદર્શનકારીઓને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ