Not Set/ વ્હોટ્સએપ પર ભારતીય નાગરિકોની ગુપ્તતાનાં ભંગ અંગે અહેવાલો ભ્રમક : ગૃહ મંત્રાલય

ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા પોતાનાં એક નિવેદનમાં સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે, વ્હોટ્સએપ પર ભારતીય નાગરિકોની ગુપ્તતાના ભંગ અંગે મીડિયામાં મળેલા અહેવાલોના આધારે કેટલાક નિવેદનો સામે આવ્યા છે. અહેવાલોમાં ગુપ્તતાના ભંગ બદલ સરકારને બદનામ કરવાના પ્રયાસો સંપૂર્ણ પણે ભ્રામક છે, ગોપનીયતાના ભંગ બદલ સરકાર કોઈપણ વચેટિયા વિરુદ્ધ કાર્યવાહી કરશે. ગૃહ મંત્રાલય દ્રારા આ મામલે પોતાનાં […]

Top Stories India
rajnath.jpg1 વ્હોટ્સએપ પર ભારતીય નાગરિકોની ગુપ્તતાનાં ભંગ અંગે અહેવાલો ભ્રમક : ગૃહ મંત્રાલય

ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા પોતાનાં એક નિવેદનમાં સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે, વ્હોટ્સએપ પર ભારતીય નાગરિકોની ગુપ્તતાના ભંગ અંગે મીડિયામાં મળેલા અહેવાલોના આધારે કેટલાક નિવેદનો સામે આવ્યા છે. અહેવાલોમાં ગુપ્તતાના ભંગ બદલ સરકારને બદનામ કરવાના પ્રયાસો સંપૂર્ણ પણે ભ્રામક છે, ગોપનીયતાના ભંગ બદલ સરકાર કોઈપણ વચેટિયા વિરુદ્ધ કાર્યવાહી કરશે.

ગૃહ મંત્રાલય દ્રારા આ મામલે પોતાનાં નિવેદનમાં સ્પષ્ટ કરવમાં આવ્યું છે કે, આ મામલે સરકાર બિલકુલ જતુ કરશે નહીં અને સરકાર વિરૂધ જે કોઇ આવા નિવેદનો કરી રહ્યું છે કે વહેતા કરવામાં પણ ભૂમીકા ભજવી રહ્યું છે તેમની સામે સરકાર શાખભંગ બદલ કડક કાર્યવાહી કરશે.

આપને જણાાવી દઇએ કે હાલમાં જ વ્હોટ્સએપ પર ભારતીય નાગરિકોની ગુપ્તતાના ભંગ અંગે મીડિયામાં અહેવાલો ફરી રહ્યા છે. અહેવાલો મુજબ કોઇ એક વિડીયો કોન્ફરન્સ કોલ કે વિડીયો કોલ દ્વારા ભારતીય નાગરીકોનાં ફોનને સાઇબર એટેક દ્વારા નિશાન બનાવી જે તે ગ્રાહકનાં તમામ મોબાઇલ ડેટાની ચોરી કરી લેવામા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.