Not Set/ પ્રજાસકતા દિવસ/ રાજકોટમાં ભવ્ય શસ્ત્ર પ્રદર્શન અને મશાલ પી.ટી.

રાજકોટમાં રાજ્ય કક્ષાની પ્રજાસકતા દિવસની ઉજવણીને લઇને શસ્ત્ર પ્રદર્શન અને મશાલ પી.ટી.નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના ચૌધરી મેદાનમાં આ આયોજન કરાયું હતું. ગુજરાત પોલીસ, BSF, CRPF, એરફોર્સના સહયોગથી શસ્ત્રપ્રદર્શન કરાયું હતું. જ્યાં સીએમ રૂપાણીએ હાજરી આપી અને શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શન 3 દિવસ સુધી ચાલશે. 26મી જાન્યુઆરીની રાજકોટમાં ધમાકેદાર ઉજવણી થનાર હોય […]

Rajkot Gujarat
rajkot પ્રજાસકતા દિવસ/ રાજકોટમાં ભવ્ય શસ્ત્ર પ્રદર્શન અને મશાલ પી.ટી.

રાજકોટમાં રાજ્ય કક્ષાની પ્રજાસકતા દિવસની ઉજવણીને લઇને શસ્ત્ર પ્રદર્શન અને મશાલ પી.ટી.નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના ચૌધરી મેદાનમાં આ આયોજન કરાયું હતું. ગુજરાત પોલીસ, BSF, CRPF, એરફોર્સના સહયોગથી શસ્ત્રપ્રદર્શન કરાયું હતું. જ્યાં સીએમ રૂપાણીએ હાજરી આપી અને શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શન 3 દિવસ સુધી ચાલશે. 26મી જાન્યુઆરીની રાજકોટમાં ધમાકેદાર ઉજવણી થનાર હોય જે અંતર્ગત વહીવટી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ચૌધરી હાઈસ્કૂલ કેમ્પસ ખાતે ગુજરાત પોલીસ વતી રાજકોટ શહેર પોલીસ દ્વારા મશાલ, પીટી અને વિવિધ શસ્ત્રોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં વિવિધ ફોર્સ-યુનિટ જેમ કે ગુજરાત પોલીસ સહિતના અત્યાધુનિક હથિયારો મુકવામાં આવ્યા છે. રોકેટ લોન્ચર, એકે 56 રાયફલ, ગન, પિસ્ટલ, ઇન્સાસ રાયફલ, 7.62 ઘાતક રાયફલ, બીડીડીએસના વિવિધ ઇકવીપમેન્ટ્સ, મોર્ટાર, 30 એમ.એમ. વિથ દૂરબીન રાયફલ, 84 એમ.એમ. વિથ ઓપ્ટિકલ સાઈટ, હેન્ડ ગ્રેનેડ્સ, 9 એમ.એમ., પેસિવ નાઈટ સાઈટ રાયફલ, ટેલિસ્કોપ, સ્નાઇપર રાયફલ વિગેરે હથિયારો લોકોને જોવા મળશે.

મશાલ પીટીમાં વેલકમ ઈન રાજકોટ, રંગીલું રાજકોટ, ગુજરાત પોલીસ વગેરે સ્લોગન તથા જુદી જુદી થીમ રજૂ કરવામાં આવશે. આમ સરહદ ઉપર અને યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો રાજકોટવાસીઓ રાજકોટમાં 3 દિવસ સુધી જોઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.