Ahmedabad/ કેનેડા જઈ પતિએ દહેજની માંગણી કરી પત્નિને તરછોડી, ખાવા પીવાનો ખર્ચ આપવાનો બંધ કર્યો અને બાળકનો કબ્જે લઈ લીધો…

કેનેડા જઈ પતિએ દહેજની માંગણી કરી પત્નિને તરછોડી, ખાવા પીવાનો ખર્ચ આપવાનો બંધ કર્યો અને બાળકનો કબ્જે લઈ લીધો…

Ahmedabad Gujarat
corona ૧૧૧૧ 48 કેનેડા જઈ પતિએ દહેજની માંગણી કરી પત્નિને તરછોડી, ખાવા પીવાનો ખર્ચ આપવાનો બંધ કર્યો અને બાળકનો કબ્જે લઈ લીધો...

 @ભાવેશ રાજપૂત, અમદાવાદ

  • દહેજ ભુખ્યા સાસરિયાઓએ 80 લાખ લઈને પણ વધુ રકમની કરી માંગ, પૈસા ન આપ્યા તો મોકલાવી છુટાછેડાની નોટીસ

અમદાવાદનાં રાણીપમાં રહેતી મહિલાએ કેનેડામાં રહેતા પતિ તેમજ વીસનગરમાં રહેતા સાસુ, સસરા અને દિયર સામે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે..32 વર્ષીય યુવતીનાં 29-6-2012 માં વિસનગરનાં મલ્હાર પટેલ સાથે લગ્ન થયા તે સમયે યુવતીના પિતાએ કરિયાવરમાં 350 ગ્રામ વજનનાં દાગીનાં અને 1.41 લાખ રોકડ આપ્યા હતા. બે મહિનાં પછી પતિને હૈદરાબાદમાં નોકરી મળતા પતિ સાથે ત્યાં રહેવા ગઈ..યુવતીને થાયરોઈડની બિમારી હોવાથી શરીર ભારે થતા સાસુ-સસરા જાડી થઈ ગઈ છે, ભેંસ જેવી થઈ ગઈ છે કહીને ટોણાં મારવાનાં શરૂ કર્યા.

થોડા સમય પછી પતિએ વિસનગરમાં ઈન્ડ્સ્ટ્રીયલ પ્લોટ લેવા માટે પૈસાની માંગણી કરતા યુવતીએ ટુકડે-ટુકડે 4.50 લાખ આપ્યા અને તે બાદ યુવતી અને પતિને કેનેડા જવા માટે પીઆરની ફાઈલ મુકી હોવાથી પતિએ યુવતીનાં પિતા પાસે 8 લાખ રૂપિયાની માંગણી કરી રોકડ લીધા. અને વર્ષ 2015માં યુવતી પતિ સાથે પોતાનાં કરિયાવરનાં 230 ગ્રામનાં દાગીનાં લઈને કેનેડા ગઈ. કેનેડામાં મલ્હાર પટેલે પત્નિનાં નામનું બેંક ખાતુ ખોલાવી તેમાં તમામ વ્યવહાર પોતાના નામે કર્યા અને યુવતી હિસાબ માંગે તો મારઝૂડ કરતો.

2017માં યુવતી ગર્ભવતી થતા સાસુ દ્વારા યુવતીને દિકરી જોઈતી નથી તેમ કહીને ગર્ભ પરિક્ષણ કરાવવા માટે દબાણ કરાયુ. તેમજ ગર્ભ પરિક્ષણ નહી કરાવે તો સાસુ-સસરા સુવાવડમાં કેનેડા આવશે નહી તેવી ધમકીઓ આપતા તેમજ યુવતીનાં પતિને સાસુ-સસરાએ યુવતી ગર્ભ પરિક્ષણ ન કરાવે તો ગર્ભપાત કરાવી નાખ તેવી ચઢામણી કરતા પતિ મલ્હાર પટેલ દ્વારા વારંવાર યુવતીને માર મારવામાં આવતો હતો. અને બાળકની જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટેની વાતચીત કરતા પતિ ઉશ્કેરાઈ ગયો અને યુવતીને ધક્કો મારતા બાળકનાં જન્મનાં એક મહિનાં પહેલાં જ યુવતીને ઓપરેશન કરવુ પડ્યુ અને તેણે દિકરાને જન્મ આપ્યો.

દિકરાનો જન્મ થતા જ પતિ મલ્હારે યુવતીનાં પિતા પાસે કેનેડામાં સેટ થવા માટે 12.40 લાખ રૂપિયાની માંગણી કરતા તે રકમ યુવતીનાં પિતાએ તેનાં સાસુ-સસરાને આપી હતી.  વર્ષ 2019માં યુવતી પતિનાં સંમતીથી સામાજીક જવાબદારીઓ પુરી કરવા માટે ભારત આવી ત્યારે એરપોર્ટ પર લેવા માટે આવેલા સાસુ-સસરાઓ યુવતીને લાંબા સમય પછી ભારત આવી છે તો પિયર રહે તેવુ જણાવ્યુ હતુ. જે બાદ યુવતિનાં પતિએ યુવતીનાં કરિયાવરનાં 230 ગ્રામ દાગીનાં પતિ નોકરી જતો હોવાથી ઘરમાં સલામત ન હોવાનું કહીને પોતાના નામનાં બેંક લોકર ખોલાવી તેમાં મુક્યા છે, તેમ જણાવી પરત આપ્યા નહોતા. તે બાદ વિસનગરમાં પ્લોટનાં ભૂમિપૂજનમાં યુવતી દિકરા સાથે ગઈ તે સમયે પણ સાસરિયાઓએ પૈસાની માંગણી કરતા યુવતી પિયરમાં આવી ગઈ હતી. તે બાદ યુવતીનાં સસરા અને દિયર અમદાવાદમાં યુવતીનાં ઘરે આવ્યા અને 40 હજાર રૂપિયાની માંગણી કરી હતી જો કે યુવતીનાં પિતાએ અત્યાર સુધીમાં 80 લાખ આપ્યા હોવાથી વધુ રકમ આપવાની મનાઈ કરતા યુવતીનાં સસરાએ દિકરાનાં કેનેડાથી છુટાછેડા લેવડાવી દેવાની ધમકી આપી.

અને ડિસેમ્બર 2019માં પતિએ કેનેડાથી છુટાછેડાની નોટીસ આપી. પછી યુવતી કેનેડા ગઈ ત્યાં પતિ મલ્હારે પત્નિનાં ખાવાપીવાનો ખર્ચ બંધ કરી દિધો.  યુવતી બિમાર પડી જતા પતિએ યુવતીની કોઈ આવક નથી તેવી સહી કરાવીને બાળકનો કબ્જો લઈ લીધો.  જે બાદ યુવતીને રહેવા જમવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી વધુ બિમાર પડતા તેનાં પિતાએ ભારત આવવાની વ્યવસ્થઆ કરાઈ દિધી. જે બાદ યુવતીનાં પિતાએ સાસરિયાઓ સાથે સમાધાનનાં ઘણાં પ્રયાસ કર્યા છતાં સાસરિયાઓએ યુવતીને ન લઈ જતા અંતે યુવતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીલે આ મામલે 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

inaugurates / મેટ્રો રેલ પ્રોજેક્ટના શુભારંભમાં અમિત શાહે કહ્યું, – …

airport / એરપોર્ટસ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા આટલાં એરપોર્ટને સલ…

Gandhinagar / આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વય થી જ આગળ વધી શકાય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…