રાજકોટ/ RMC દ્વારા RFID ટેગીંગની કામગીરી શરૂ ,બે દિવસમાં ૯૨ પશુઓને આર.એફ.આઈ.ડી. લગાવાયા

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા રાજકોટ શહેરમાં વસતા પશુપાલકોને પોતાની માલીકીની જગ્યામાં પશુઓ રાખવા માટે તથા રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ હોસ્ટેલમાં પશુઓ રાખવા માટે પશુપાલકોને પરમીટ આપવામાં આવે છે

Gujarat Rajkot
Untitled 2 6 RMC દ્વારા RFID ટેગીંગની કામગીરી શરૂ ,બે દિવસમાં ૯૨ પશુઓને આર.એફ.આઈ.ડી. લગાવાયા

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા રાજકોટ શહેરમાં વસતા પશુપાલકોને પોતાની માલીકીની જગ્યામાં પશુઓ રાખવા માટે તથા રાજકોટ મહાનગરપાલિકાની એનિમલ હોસ્ટેલમાં પશુઓ રાખવા માટે પશુપાલકોને પરમીટ આપવામાં આવે છે.જેમાં પરમીટ ધારક પશુપાલકોના નિયત રજીસ્ટર કરાવેલ પશુઓના કાયમિ ઓળખ માટે વિઝયુએલ ટેગ ઉપરાંત RFID લગાવી કાયમિ ઓળખ આપવાની થતી હોય.

આ પણ વાંચો:સુરત / સરકારી જમીન પર ગેરકાયદેસર મદરેસા…પણ તોડી શકાય નહીંઃ સુરત મહાનગરપાલિકાની ભૂલ

શહેરમાં વસતા પશુપાલકોનાં રજીસ્ટર કરાવેલ પશુઓને વિઝયુઅલ ટેગ+RFID ટેગીંગ કરી રાજકોટ મહાનગરપાલિકાની ઈ.ડી.પી. શાખા દ્વારા ઇન હાઉસ બનાવવામાં આવેલ સોફટવેરમાં પશુઓની વિગતની એન્ટ્રી કરી પશુપાલકોને પશુઓની વિઝયુઅલ ટેગ તથા RFIDની વિગતવાળી પરમીટ આપવામાં આવશે.

આ પણ  વાંચો:Bollywood / પીઢ અભિનેતા રમેશ દેવનું 93 વર્ષની વયે અવસાન, અમિતાભ બચ્ચન-શત્રુઘ્ન સિંહા સાથે કામ કર્યું

RFIDથી પશુઓની ઓળખ કાયમી રહેશે.
પરમીટ ધારક પશુપાલકોનાં એનિમલ હોસ્ટેલનાં પશુઓને એનિમલ હોસ્ટેલ ખાતે તથા પોતાની માલિકીની જગ્યામાં પશુઓ રાખવાની મંજુરી મેળવેલ પરમીટ ધારકોનાં પશુઓને જે-તે જગ્યાએ રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી.નાં કર્મચારી/અધિકારી દ્વારા સંપર્ક સાધી RFID ટેગીંગ કરી આપવામાં આવશે.