Not Set/ ફિલ્મ ડ્રિમગર્લમાં આયુષ્માન ખુરાના સાથે કામ કરી ચુકેલી રિંકુ સિંહ નિકુંભનું કોરોનાનાં કારણે નિધન

કોરોનાની બીજી લહેરથી ઘણા લોકોનાં જીવ બરબાદ થયા છેથી. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ કોરોનાવાયરસે ઘણો કહેર વરસાવ્યો છે.

Entertainment
1 129 ફિલ્મ ડ્રિમગર્લમાં આયુષ્માન ખુરાના સાથે કામ કરી ચુકેલી રિંકુ સિંહ નિકુંભનું કોરોનાનાં કારણે નિધન

કોરોનાની બીજી લહેરથી ઘણા લોકોનાં જીવ બરબાદ થયા છેથી. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ કોરોનાવાયરસે ઘણો કહેર વરસાવ્યો છે. ઘણા સ્ટાર્સ કોવિડની ઝપટમાં આવી ગયા હતા. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ ‘ડ્રીમગર્લ’ માં કામ કરનારી રિંકુ સિંહ નિકુંભનું કોરોનાથી અવસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તે આઈસીયુમાં દાખલ હતી.

1 130 ફિલ્મ ડ્રિમગર્લમાં આયુષ્માન ખુરાના સાથે કામ કરી ચુકેલી રિંકુ સિંહ નિકુંભનું કોરોનાનાં કારણે નિધન

ટેલીવૂડ / Indian Idol 12 ના વિવાદમાં સોનુ નિગમે પણ આપી પ્રતિક્રિયા, અમિતકુમાર માટે કહી આ મોટી વાત

રિંકુ થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ થઇ હતી. તેની હાલત નાજુક બન્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ તેને બચાવી શકાઇ નથી. અંગ્રેજી વેબસાઇટ બોલિવૂડ લાઇફ સાથે વાત કરતા રિંકુનાં કઝીન ચંદા સિંહ નિકુંભ એ આ વાતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું કે, ’25 મેનાં રોજ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તે હોમ આઈસોલેશનમાં જ રહી હતી.

1 131 ફિલ્મ ડ્રિમગર્લમાં આયુષ્માન ખુરાના સાથે કામ કરી ચુકેલી રિંકુ સિંહ નિકુંભનું કોરોનાનાં કારણે નિધન

જ્યારે તેનો તાવ ઓછો થયો નહી, ત્યારબાદ અમે તેને હોસ્પિટલમાં ખસેડવાનો વિચાર કર્યો. બીજા દિવસે તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. તે આઈસીયુમાં ઠીક થઈ રહી હતી. પરંતુ અચાનક જ તેની તબિયત બગડવા લાગી. અંતે તેમણે આશા છોડી દીધી હતી કે તે હવે બચી શકે છે. તે અસ્થમાની દર્દી પણ હતી.

Instagram will load in the frontend.

બોલિવૂડ / અમિતાભ અને જયાના લગ્નના 48 વર્ષ, જ્યારે બોલિવૂડ સાથેના 52 થયા પૂર્ણ :ચાહકોએ પાઠવી શુભેચ્છાઓ

ચંદા સિંહ એ વધુમાં કહ્યું કે, ‘તેમણે 7 મેનાં રોજ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. ટૂંક સમયમાં જ તે બીજો ડોઝ પણ લેવાની તૈયારીમાં હતી.’ તેણે કહ્યું કે તેના પરિવારના ઘણા સભ્યો કોરોનાથી અસરગ્રસ્ત છે અને હજી પણ તેઓ સંપૂર્ણ રીતે ઠીક થયા નથી. જણાવી દઈએ કે, રિન્કુ છેલ્લે એમેઝોન પ્રાઇમ વીડિયો પરની ફિલ્મ ‘હેલો ચાર્લી’ માં જોવા મળી હતી. તેણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું હતું. તેણે કોમેડી શો ‘ચિડિયાઘર’ અને ‘મેરી હાનિકારક બીવી’માં પણ કામ કર્યું હતું.

kalmukho str 2 ફિલ્મ ડ્રિમગર્લમાં આયુષ્માન ખુરાના સાથે કામ કરી ચુકેલી રિંકુ સિંહ નિકુંભનું કોરોનાનાં કારણે નિધન