બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલે આ મહિનાની 9 તારીખે સાત ફેરા લીધા છે. કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન વર્ષ 2021ના સૌથી ચર્ચિત લગ્નોમાંના એક હતા. સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા ખાતે કેટરિના કૈફ-વિકી કૌશલના લગ્નના કાર્યક્રમો 7 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધી ચાલ્યા હતા. કેટરિના કૈફ અને વિકી કૌશલના હનીમૂન વિશે પણ ઘણા અહેવાલો આવ્યા હતા, પરંતુ આ બંને સ્ટાર્સે હજુ સુધી તે શેર કર્યું નથી કે તેઓ તેમના હનીમૂન માટે ક્યાં ગયા હતા. તાજેતરમાં શ્રીમતી કૌશલે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. કેટરિનાએ શેર કરેલી આ તસવીર તેની મહેંદીની છે જે તેણે તેના હનીમૂન ડેસ્ટિનેશન પરથી પોસ્ટ કરી છે.
આ પણ વાંચો :રાખી સાવંતના પતિએ નથી આપ્યા પહેલી પત્નીને છૂટાછેડા, સ્નિગ્ધા પ્રિયાએ લગાવ્યા આ આરોપ
હાલમાં જ કેટરિના કૈફે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની મહેંદીની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે તેના પતિ વિકી કૌશલ સાથે બીચ પર જોઈ શકાય છે. આ તસવીરમાં કેટરિના કૈફે પોતાની મહેંદીની ઝલક દેખાડી છે જે લોકોને ખૂબ પસંદ આવી રહી છે. કેટરીના કૈફની આ દુલ્હન મહેંદી ખૂબ જ સુંદર છે. પરંતુ સૌંદર્ય કરતાં વધુ, પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે તે મહેંદીનો રંગ છે જે કેટરિના કૈફના હાથમાં છે. કેટરિના કૈફની મહેંદીમાં ખૂબ જ સરસ અને સુંદર ડિઝાઇન બનાવવામાં આવી છે.
તેના તાજેતરના લગ્ન પછી કેટરિના કૈફે તેની પહેલી રસોઈ બનાવી હતી. જેમાં તેણે તેના પતિ વિકી કૌશલ માટે પ્રેમથી હળવો બનાવ્યો હતો. તસવીર શેર કરવાની સાથે કેટરિના કૈફે ખુલાસો કર્યો કે તેણે આ હળવો બનાવ્યો છે. વિક્કી કૌશલે પણ હલવાની તસવીર શેર કરી અને કહ્યું કે આ તેના જીવનનો શ્રેષ્ઠ હલવો છે. ઘણા દિવસોથી કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. હનીમૂન પછી, વિકી કૌશલ હવે તેના કામના સેટ પર પાછો ફર્યો છે.
આ પણ વાંચો :મધ્યરાતે અંકિતા લોખંડેએ પતિ સાથે મનાવ્યો બર્થ-ડે, કેટ કાપીને મિત્રો સાથે કરી મસ્તી
હવે સમાચાર સામે આવ્યા છે કે, કેટરિના જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ ટાઇગર 3નું શૂટિંગ શરૂ કરશે.રશિયા, તુર્કી, ઓસ્ટ્રિયા અને મુંબઈમાં શૂટિંગ કર્યા બાદ હવે કેટરિના અને સલમાન ફિલ્મના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કરશે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં થશે
રિપોર્ટ અનુસાર, આ 15 દિવસનું શૂટ હશે અને બંને એકસાથે ફિલ્મનું શૂટિંગ પૂરું કરશે.સલમાન અને કેટરિના દિલ્હીના રિયલ લોકેશન પર શૂટ કરશે. હવે રિયલ લોકેશન પર શૂટિંગ થવાને કારણે ફિલ્મની ટીમ પૂરી તૈયારી કરી રહી છે કારણ કે ત્યાં ઘણી ભીડ હશે અને કલાકારોને જોઈને ભીડ પણ વધશે.બંનેના લુક લીક ન થાય તે માટે સંપૂર્ણ સુરક્ષા કરવામાં આવશે.
આ પણ વાંચો :કંગના રનૌતની કેસ ટ્રાન્સફરની અરજી કોર્ટે ફગાવી દીધી,જાણો વિગત
અહેવાલો અનુસાર, તે ખૂબ જ પડકારજનક છે,પરંતુ આદિત્ય ચોપડા,મનીષ શર્મા અને ફિલ્મની આખી ટીમ આ ફિલ્મને વધુ સારી બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી. ફિલ્મને એક અલગ લેવલ પર લઈ જવાની યોજના છે. સલમાન ખાન અને કેટરિના કૈફ બંને પોતાની પ્રોફેશનલ લાઈફને સારી રીતે સમજે છે. બંને જાણે છે કે,આ ફિલ્મનું સૌથી મહત્વનું શેડ્યુલ છે, તેથી બંને તેના માટે સખત મહેનત કરી રહ્યા છે.આ શેડ્યૂલ માટે બંનેએ પોતાની ફિટનેસનું પણ ધ્યાન રાખવું પડશે.
આ 15 દિવસનું શેડ્યૂલ હશે અને તે પછી ફિલ્મનું શૂટિંગ પૂરું થશે.ટાઈગર 3 ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે.એક થા ટાઈગર પહેલીવાર વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. આ પછી વર્ષ 2017માં ટાઈગર ઝિંદા હૈ રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો બ્લોકબસ્ટર રહી હતી. હવે ચાહકોને ટાઇગર 3 પાસેથી ઘણી આશાઓ છે.
આ પણ વાંચો :આમિર ખાન અને કિરણ રાવથી લઈને આ પોપ્યુલર કપલે આ વર્ષે લીધા છૂટાછેડા, જુઓ આ લિસ્ટ
આ પણ વાંચો :બોલ્ડ ડ્રેસ પહેરીને નીકળી રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી, હોટ સ્ટાઈલના ચાહકો થયા દિવાના