Not Set/ છોટાઉદેપુર જિલ્લાની નદીઓ બે કાંઠે, ચારે તરફ પાણી જ પાણીનાં દ્રશ્યો

છોટાઉદેપુર અને આસપાસનાં વિસ્તારો, તેમજ ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે છોટાઉદેપુર જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી નજર આવી રહી છે. છોટાઉદેપુરનાં બોડેલી તાલુકાની હેરણ નદી બે કાંઠે વહી રહી છે, તો સાથે સાથે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ભરપૂર પાણીની આવક જોવામાં આવી રહી છે. કવાંટ તાલુકાની કરા નદી અને નસવાડી તાલુકાની અશ્વિન નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઇ છે. જીલ્લાભરની નદી ગાંડીતૂર જણાતા નદી […]

Top Stories Gujarat Others
chhot river છોટાઉદેપુર જિલ્લાની નદીઓ બે કાંઠે, ચારે તરફ પાણી જ પાણીનાં દ્રશ્યો

છોટાઉદેપુર અને આસપાસનાં વિસ્તારો, તેમજ ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે છોટાઉદેપુર જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી નજર આવી રહી છે. છોટાઉદેપુરનાં બોડેલી તાલુકાની હેરણ નદી બે કાંઠે વહી રહી છે, તો સાથે સાથે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ભરપૂર પાણીની આવક જોવામાં આવી રહી છે. કવાંટ તાલુકાની કરા નદી અને નસવાડી તાલુકાની અશ્વિન નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઇ છે. જીલ્લાભરની નદી ગાંડીતૂર જણાતા નદી કાંઠાનાં તમામ ગામોને એલર્ટ કરાયા છે.

છોટાઉદેપુર જિલ્લાની નદીઓ બે કાંઠે

ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જીલ્લાની નદીઓમાં આવ્યા ઘોડાપુર આવતા અને સાથે પડી રહેલા ભારે વરસાદથી જીલ્લાભરમાં પાણી-પાણી થઇ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. ચલામલી, નાનીવાટ ,સાલપુરા ગામમાં પાણી ભરાતા તારાજી જોવામાં આવી રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીને કારણે ખેતરમાં ઉભા પાકમાં કેડ સમા પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે. ખેતરોમાં પાણી ભરાતાં ઉભા પાકને ભારે નુકસાન થયું છે.

cu river.PNG4 છોટાઉદેપુર જિલ્લાની નદીઓ બે કાંઠે, ચારે તરફ પાણી જ પાણીનાં દ્રશ્યો

ભારે વરસાદનાં પગલે MGCLનાં સબ સ્ટેશનમાં ત્રણ કર્મચારીઓ વરસાદી પણીનાં કારણે ફસાયા છે. તો સાથે સાથે વરસાદના કારણે ચલામડી શાળામાં રજા અપી દેવામાં આવી છે. બોડેલી-ચલામલી વાહન વ્યવહારને પણ ભારે માઠી અસર પહોંચી છે.

જુઓ આ પણ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.