Not Set/ અમદાવાદથી અંબાજી સુધીના માર્ગો બોલ મારી અંબે ,જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા, લાખો પદયાત્રીઓ અંબાજી જવા રવાના

માં આદ્યશક્તિ જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવવા લાખો પદયાત્રીઓએ અંબાજી તરફ જવા પ્રયાણ કર્યું છે. અમદાવાદથી અંબાજી સુધીના માર્ગો પર બોલ મારી અંબે ,જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.પદયાત્રીઓના સેવા માટેના વિવિધ સેવા કેમ્પ પણ સતત ચોવીસ કલાક ધમધમી રહ્યા છે.ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાંથી લાખો શ્રધ્ધાળુઓનો પ્રવાહ અવિરત પણે અંબાજી તરફ જઈ રહ્યો છે.પદયાત્રીઓની સલામતી અને […]

Ahmedabad Gujarat
ahd ambaji અમદાવાદથી અંબાજી સુધીના માર્ગો બોલ મારી અંબે ,જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા, લાખો પદયાત્રીઓ અંબાજી જવા રવાના

માં આદ્યશક્તિ જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવવા લાખો પદયાત્રીઓએ અંબાજી તરફ જવા પ્રયાણ કર્યું છે.

અમદાવાદથી અંબાજી સુધીના માર્ગો પર બોલ મારી અંબે ,જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.પદયાત્રીઓના સેવા માટેના વિવિધ સેવા કેમ્પ પણ સતત ચોવીસ કલાક ધમધમી રહ્યા છે.ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાંથી લાખો શ્રધ્ધાળુઓનો પ્રવાહ અવિરત પણે અંબાજી તરફ જઈ રહ્યો છે.પદયાત્રીઓની સલામતી અને સુરક્ષા માટે હાઈવે માર્ગો પર પણ  પોલીસ તૈનાત કરાશે.

અમદાવાદથી ગાંધીનગરના માર્ગો પદયાત્રીઓથી ધમધમી રહ્યો છે.પદયાત્રીઓની સેવા માટેના વિવિધ કેમ્પ પણ સતતતત ધમધમી રહ્યા છે.નાના માસુમ બાળકોથી લઈને વયોવ્રુધ્ધ લોકો પદયાત્રા કરીને મા આધ્યશક્તિના ચરણોમાં પહોંચવા થનગનાટ અનુભવી રહ્યા છે.પદયાત્રીઓને પગમાં ઈજાઓ પહોંચે છે,પગ ક્યારેક લોહીલુહાણ બની જાય છે છતાં  યાતના પીડાઓ  ભુલી જઈ યાત્રાને આગળ ધપાવી રહ્યા છે.પદયાત્રીની સેવા માટે કેમ્પના આયોજકો પણ વ્યસ્ત બન્યા છે.

કેમ્પના આયોજક પ્રકાશભાઈએ કહ્યું હતું કે પદયાત્રીઓને વિનામુલ્યે દવાઓ અને મેડીકલ ટ્રીટમેન્ટ માટે દવાઓ અને તબીબી સેવા ઉપલબ્ધ કરાવાઈ છે.ગરમમાગરમ ચા અને સ્વાદિષ્ટ નાસ્તાની સગવડો ઉભી કરાઈ છે.પદયાત્રીઓને શુધ્ધ અને સાત્વિક ભોજન ભારે ઉમળકોભેર પિરસવામાં આવે છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે થાકેલા પદયાત્રીઓને એરકુલરની સગવડ ધરાવતા વિશ્રામ સ્થળની પણ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. કેટલાક લોકો માતાજીના રથ સાથે સંઘ લઈને રવાના થયા છે. દરેક શ્રધ્ધાળુના મુખે થી નીકળતા બોલ મારી અંબે,જય જય અંબેના નાદ અને ભક્તિ ગીતોથી માર્ગો ભક્તિમય બન્યા છે.