Not Set/ # રક્ષક જ ભક્ષક #  રાજકોટ શહેરમાં સસ્પેન્ડ કોન્સટેબલ દ્વારા લૂંટ

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર કંટ્રોલ રાખવા પોલીસ ખાતા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છેત્યારે યુનિવર્સીટી રોડ ઉપર સલૂનમાં ઘુસી ગાંધીગ્રામ ડી સ્ટાફમાં છીએ.  તમે ખોટા ધંધા કરો છો કહી, વેપારી પાસેથી 85 હજાર રૂપિયા રોકડની લૂંટ ચલાવવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાતા ગાંધીગ્રામ પોલીસે  આ ગુનામાં સંડોવાયેલ ટ્રાફિક પોલીસના ત્રણ જવાનો અને […]

Top Stories Gujarat Rajkot
રાજકોટ # રક્ષક જ ભક્ષક #  રાજકોટ શહેરમાં સસ્પેન્ડ કોન્સટેબલ દ્વારા લૂંટ

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર કંટ્રોલ રાખવા પોલીસ ખાતા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છેત્યારે યુનિવર્સીટી રોડ ઉપર સલૂનમાં ઘુસી ગાંધીગ્રામ ડી સ્ટાફમાં છીએ.  તમે ખોટા ધંધા કરો છો કહી, વેપારી પાસેથી 85 હજાર રૂપિયા રોકડની લૂંટ ચલાવવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાતા ગાંધીગ્રામ પોલીસે  આ ગુનામાં સંડોવાયેલ ટ્રાફિક પોલીસના ત્રણ જવાનો અને એક બ્રિગેડને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં થી એક કોન્સ્ટેબલ પહેલા થી સસ્પેન્ડ છે. પ્રજાના રક્ષકો જ ભક્ષક બનીને લૂંટ જેવો ગંભીર ગુનો આચરતા પોલીસ વિભાગમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

શહેરની સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતા અને યુનિવર્સીટી રોડ ઉપર એન્જોય હર સલૂન ચલાવતા અશોકભાઈ વાઘેલાએ ગત 6 તારીખે પોતાની દુકાનમાં પોલીસની ઓળખ આપી 85 હજાર અને 4000નું ડીવીઆર લૂંટી ગયાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી. ગંભીર ગુનામાં તાત્કાલિક ભેદ ઉકેલવા પોલીસ સ્ટાફે તપાસ  કરી હતી અને આ ગુનામાં સંડોવાયેલા ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ જોગેશ ઠાકરીયા, પ્રવીણ મહિડા જે બે મહિનાથી સસ્પેન્ડ છે આ સાથે ટ્રાફિક કોન્સ્ટેબલ કેયુર આહીર અને ટ્રાફિક બ્રિગેડ નવઘણ યોગેશભાઈ દેગડા ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે બનાવના દિવસે નવઘણે ફોન કરીને સલૂનમાં એપોઇન્ટમેન્ટ લીધી હતી. તે પહેલા ગયો અને બાદમાં ફોન કરીને ત્રણેય કોસનટેબલોને બોલાવ્યા હતા તેઓએ આવી પોતે ગાંધીગ્રામ ડી સ્ટાફમાં નોકરી કરે છે તમે લોકો અહીંયા સલૂનની આડમાં ગોરખ ધંધા ચલાવો છો તમારા વિરુદ્ધ કેસ કરવાનો છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને આવવું પડશે તેમ કહી વેપારી અને મહિલા કર્મચારીને ધમકાવ્યા હતા બાદમાં ટેબલના ખાનામાંથી 5000 અને વેપારીના ખિસ્સામાંથી 80 હજાર રોકડા લૂંટી લીધા હતા જતા જતા સીસીટીવી કેમેરા ઉપર નજર પડતા તેનું ડીવીઆર પણ કાઢી લીધું હતું અને તપાસના કામે કબ્જે કરીએ છીએ સાંજે પરત આપી જાશું તેવું કહી ડીવીઆર પણ લૂંટી ગયા હતા

ફેબ્રુઆરી મહિનામાં માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લોકાસ્ટ સ્પા નામના પાર્લરમાં જઈને પોલીસની ખોટી ઓળખ આપીને ત્યાંથી પણ તોડ કર્યો હોવાની પોલીસે શંકા વ્યક્ત કરી છે તેઓ ટ્રાફિક પોલીસમાં હોય અને ગાંધીગ્રામ ડી સ્ટાફની ખોટી ઓળખ આપી હોવાથી તેઓ વિરુદ્ધ 170ની કલમ પણ લગાડવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.