Not Set/ તબીબના ઘરમાં ઘરફોડ ચોરી, 5 લાખ રોકડા, 2 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી

નવસારી નવસારીના જલાલપોર વિસ્તારમાં તબીબ દંપતીના બંધ ફ્લેટને તસ્કરોએ નિશાને લીધો હતો. ધોળે દહાડે નિશાન બનાવી રોકડ અને દાગીના મળી 7 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. નવસારી શહેરના જલાલપોર વિસ્તારમાં આવેલા સ્વાગત કોમ્પલેક્ષના ફ્લેટ નંબર 102માં રહેતા અલ્પેશ સુહાગીયા અને તેમના પત્ની દયાબેન સુહાગીયા તેમનુ ઘર બંધ કરી ક્લીનીક પર ગયા હતા. દરવાજાના […]

Gujarat Others Trending
gf 5 તબીબના ઘરમાં ઘરફોડ ચોરી, 5 લાખ રોકડા, 2 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી

નવસારી

નવસારીના જલાલપોર વિસ્તારમાં તબીબ દંપતીના બંધ ફ્લેટને તસ્કરોએ નિશાને લીધો હતો. ધોળે દહાડે નિશાન બનાવી રોકડ અને દાગીના મળી 7 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

નવસારી શહેરના જલાલપોર વિસ્તારમાં આવેલા સ્વાગત કોમ્પલેક્ષના ફ્લેટ નંબર 102માં રહેતા અલ્પેશ સુહાગીયા અને તેમના પત્ની દયાબેન સુહાગીયા તેમનુ ઘર બંધ કરી ક્લીનીક પર ગયા હતા.

gf 6 તબીબના ઘરમાં ઘરફોડ ચોરી, 5 લાખ રોકડા, 2 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી

દરવાજાના નકુચા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. બેડરૂમના કબાટની તિજોરીમાં મુકેલા 5 લાખ રૂપિયા રોકડા અને બે લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના મળી કુલ 7 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થયા હતા.

gf 7 તબીબના ઘરમાં ઘરફોડ ચોરી, 5 લાખ રોકડા, 2 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી

તબીબ દંપતીના ઘરની હાલત જોઇ હોશ ઉડી ગયા હતા. ઘરમાં ચોરી થયાનુ જણાતા જલાલપોર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

gf 8 તબીબના ઘરમાં ઘરફોડ ચોરી, 5 લાખ રોકડા, 2 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી

પોલીસે એફએસએલ, ફિંગર પ્રિંટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ શરૂ કરી તસ્કરોનું પગેરૂ શોધવના પ્રયાસો હાથ ધર્યા. દુકાનદારોએ અજાણ્યા શખ્સોને એપાર્ટમેંટમાંથી નિકળતા જોયા હતા જેથી પોલીસે તેમના સ્કેચ બનાવીને પ્રયાસો હાથ ધર્યા.