Not Set/ રોબર્ટ વાડ્રાને કોર્ટે આપી રાહત, અમેરિકા- નેધરલેન્ડ જવાની મળી મંજૂરી

આવક સામે અપ્રમાણ સંપત્તિ અને મની લોન્ડ્રિંગનાં કેસમાં EDની તપાસનો સામનો કરી રહેલા ગાંધી પરિવારનાં જમાઇ રોબર્ટ વાડ્રા માટે સારા સમાચાર આવ્યા છે. કોર્ટ દ્રારા રોબર્ટને અમેરિકા અને નેધરલેન્ડ જવા માટે પરવાનગી આપવામાં આવી છે. હકીકતે કોર્ટ દ્રારા રોબર્ટ વાડ્રાને બીમારીની સારવાર માટે આ દેશોમાં જવાની પરવાનગી આપવામા આવી છે. આપને જણાવી દઇએ કે પૂર્વે ED […]

Top Stories India Politics
robert vadra 1462559400 રોબર્ટ વાડ્રાને કોર્ટે આપી રાહત, અમેરિકા- નેધરલેન્ડ જવાની મળી મંજૂરી

આવક સામે અપ્રમાણ સંપત્તિ અને મની લોન્ડ્રિંગનાં કેસમાં EDની તપાસનો સામનો કરી રહેલા ગાંધી પરિવારનાં જમાઇ રોબર્ટ વાડ્રા માટે સારા સમાચાર આવ્યા છે. કોર્ટ દ્રારા રોબર્ટને અમેરિકા અને નેધરલેન્ડ જવા માટે પરવાનગી આપવામાં આવી છે. હકીકતે કોર્ટ દ્રારા રોબર્ટ વાડ્રાને બીમારીની સારવાર માટે આ દેશોમાં જવાની પરવાનગી આપવામા આવી છે.

robert રોબર્ટ વાડ્રાને કોર્ટે આપી રાહત, અમેરિકા- નેધરલેન્ડ જવાની મળી મંજૂરી

આપને જણાવી દઇએ કે પૂર્વે ED દ્રારા રોબર્ટની મની લોન્ડ્રીંગ કેસમાં લંડનથી આવતાની સાથે જ ધરપક્ડ કરવામાં આવી હતી. ધરપક્ડ બાદ લાંબી પૂછતા બાદ કોર્ટે રોબર્ટને વિદેશ નહી જવાની શરતે જામીન આપ્યા હતા. તો થોડા દિવસ પૂર્વે EDએ રોબર્ટનાં જામીન કેન્સલ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. રોબર્ટ વાડ્રા દ્રારા કોર્ટ સમક્ષ લંડન જવાની પરવાનગી માંગતી અરજી કરવામા આવી હતી. લાંબી દલિલો બાદ કોર્ટ દ્રારા રોબર્ટને વિદેશ પ્રવાસની મંજૂરી તો આપવામાં આવી છે. પરંતુ કોર્ટે રોબર્ટને લંડન જવાની મંજૂરી આપી નથી.

Robert Vadra EPS રોબર્ટ વાડ્રાને કોર્ટે આપી રાહત, અમેરિકા- નેધરલેન્ડ જવાની મળી મંજૂરી

આપને જણાવી દઇએ કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનાં પતિ અને બિઝનેસમેન રોબર્ટ વાડ્રાને મોટા આંતરડામાં ટ્યુમર છે અને તેનો ઇલાજ લંડનમાં ચાલી રહ્યો છે ત્યારે વઘુ સારવાર માટે રોબર્ટે મેડિકલ રિપોર્ટ રજૂ કરીને સાબિતી આપી હતી કે વિદેશ જવું પોતાનાં માટે અનિવાર્ય છે. રોબર્ટ અને EDની લાંબી દલીલોનાં અંતે કોર્ટ દ્રારા રોબર્ટને અમેરિકા અને નેધરલેન્ડ જવા માટે પરવાનગી આપવામાં આવી છે.