Not Set/ રોબર્ટ વાડ્રા/નોઈડા મેટ્રો હોસ્પિટલમાં દાખલ, પ્રિયંકા ગાંધી રોકાયા રાત

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને કમર અને પગમાં દુખાવો થયા બાદ નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમની સાથે હોસ્પિટલમાં રાત રોકાયા હતા. પીઠ અને પગમાં દુખવાની ફરિયાદ બાદ રોબર્ટ વાડ્રા રાગત રાત્રે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણહાજર હતા. કોંગ્રેસ અધ્યક્ષ […]

Top Stories India
રોબર્ટ વાડ્રા/નોઈડા મેટ્રો હોસ્પિટલમાં દાખલ, પ્રિયંકા ગાંધી રોકાયા રાત

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને કમર અને પગમાં દુખાવો થયા બાદ નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમની સાથે હોસ્પિટલમાં રાત રોકાયા હતા.

પીઠ અને પગમાં દુખવાની ફરિયાદ બાદ રોબર્ટ વાડ્રા રાગત રાત્રે હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણહાજર હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ, રોબર્ટ વાડ્રાને સારવાર માટે નોઈડા મેટ્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ સોમવારે કમર અને પગમાં દુખાવાની ફરિયાદ કર્યા પછી નોઈડાના સેક્ટર -11 માં મેટ્રો હોસ્પિટલ પહોંચ્યા હતા. આ પછી, ડોકટરોની સલાહ લીધા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં રોબર્ટ વાડ્રાના પ્રવેશ અંગેની માહિતી મળ્યા બાદ સોમવારે સાંજે સાડા સાત વાગ્યે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હોસ્પિટલ પહોંચી હતી. પ્રિયંકા ગાંધી થોડા સમય માટે  હોસ્પિટલમાં રોકાઈને તે જગ્યાએથી નીકળી ગયા હતા.  પરંતુ તે રાત્રે સાડા દસ વાગ્યે ફરીથી હોસ્પિટલમાં પરત આવી હતી.

આ પછી, પ્રિયંકા ગાંધી તેમના પતિ રોબર્ટ વાડ્રા સાથે આખી રાત 9 કલાક હોસ્પિટલમાં હાજર રહી. હાલમાં, રોબર્ટ વાડ્રાની પીઠનો દુખાવો અને પગનો દુtખાવન સારવાર મેટ્રો હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.  મેટ્રો હોસ્પિટલના સિનિયર ઓર્થોપેડિક સર્જન રોબર્ટ વાડ્રાની સારવાર કરી રહ્યા છે. આખી હોસ્પિટલ એસપીજીની ટીમે ઘેરાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.