Not Set/ અમેરિકા,રશિયા સહિત અનેક દેશોએ CDS બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કરીને કહ્યું…

આ મિલિટરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવતના મોત પર અમેરિકા, રશિયા અને ઈઝરાયેલે કહ્યું કે તેમણે એક સાચો મિત્ર ગુમાવ્યો છે

Top Stories India
AMERICA અમેરિકા,રશિયા સહિત અનેક દેશોએ CDS બિપિન રાવતના નિધન પર શોક વ્યક્ત કરીને કહ્યું...

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત સહિત કુલ 13 લોકોએ બુધવારે તમિલનાડુના કુન્નુરમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં બિપિન રાવતની પત્ની મધુલિકા રાવતનું પણ મોત થયું હતું. આ મિલિટરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવતના મોત પર અમેરિકા, રશિયા અને ઈઝરાયેલે કહ્યું કે તેમણે એક સાચો મિત્ર ગુમાવ્યો છે. આ સિવાય પાકિસ્તાન સહિત અન્ય ઘણા દેશોએ રાવત અને અન્ય સેનાના જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

યુ.એસ. એમ્બેસીએ અકસ્માતમાં માર્યા ગયેલા રાવત અને અન્ય લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે દેશના પ્રથમ CDS તરીકે ભારતીય સેનામાં પરિવર્તનના ઐતિહાસિક સમયગાળાનું નેતૃત્વ કર્યું. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “તેઓ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના મજબૂત મિત્ર અને ભાગીદાર હતા, તેઓ યુએસ સૈન્ય સાથે ભારતના સંરક્ષણ સહયોગના મોટા વિસ્તરણની દેખરેખ રાખતા હતા.” દૂતાવાસે સૈન્ય વિકાસ અને તકો અંગે ચર્ચા કરવા સપ્ટેમ્બરમાં તેમની યુએસ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેમનો વારસો ચાલુ રહેશે.