Israel-Hamas War/ નવા વર્ષ પર ઇઝરાયેલ પર રોકેટ છોડવામાં આવ્યા, હમાસે જવાબદારી લીધી; કહ્યું- બદલો લેવાનો સમય

ઇઝરાયલ-હમાસ યુદ્ધનો અત્યારે અંત આવવાના કોઇ સંકેત દેખાતા નથી. દરમિયાન સોમવારે સવારે ઇઝરાયેલ પર 20 જેટલા રોકેટ છોડવામાં આવ્યા હતા. જો કે કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.

Top Stories World
YouTube Thumbnail 2024 01 01T121517.898 નવા વર્ષ પર ઇઝરાયેલ પર રોકેટ છોડવામાં આવ્યા, હમાસે જવાબદારી લીધી; કહ્યું- બદલો લેવાનો સમય

ઇઝરાયલ-હમાસ યુદ્ધનો અત્યારે અંત આવવાના કોઇ સંકેત દેખાતા નથી. દરમિયાન સોમવારે સવારે ઇઝરાયેલ પર 20 જેટલા રોકેટ છોડવામાં આવ્યા હતા. જો કે કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.

તેલ અવીવમાં સાયરન વાગતી ન હતી

હમાસે હુમલાની જવાબદારી સ્વીકારી અને કહ્યું કે તેના અલ-કાસમ બ્રિગેડે રોકેટ છોડ્યા હતા. હમાસે ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે, “હાલમાં, અલ-કાસમ બ્રિગેડ નાગરિકો સામે ઝિઓનિસ્ટ નરસંહારના જવાબમાં તેલ અવીવ શહેર અને તેની બહારના વિસ્તારોમાં ‘M90’ રોકેટથી બોમ્બમારો કરી રહી છે. બેટ યમ અને હોલોન સહિત ગાઝા સરહદી વિસ્તાર અને મધ્ય ઇઝરાયેલમાં રોકેટ એલાર્મ વગાડવામાં આવ્યા હતા. જોકે, આ હુમલાને લઈને તેલ અવીવમાં સાયરન વગાડવામાં આવ્યા ન હતા.

ઇઝરાયેલ-હમાસ યુદ્ધથી લાખો લોકો પ્રભાવિત

હકીકતમાં 7 ઓક્ટોબરે હમાસ ઈઝરાયેલમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો અને હમાસના આતંકવાદીઓએ તેમની સાથે 200થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. આ સમયગાળા દરમિયાન અંદાજે 1200 ઈઝરાયેલીઓ માર્યા ગયા હતા. જવાબમાં, ઇઝરાયેલે 27 ઓક્ટોબરના રોજ ગાઝાની અંદર જમીન પર હુમલો કર્યો.

આ પછી, અત્યાર સુધીમાં લગભગ 21,822 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાં મોટા ભાગના બાળકો અને મહિલાઓ છે. તે જ સમયે, 56,451 થી વધુ પેલેસ્ટિનિયન ઘાયલ થયા છે.


આ પણ વાંચો :israel/નેતન્યાહુ કેબિનેટના ભૂતપૂર્વ સભ્યએ દેશમાં ‘આંતરિક વિભાજન’ માટે માફી માંગી

આ પણ વાંચો :Flight diverted/મેડિકલ ઈમરજન્સીના કારણે હોંગકોંગથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટને બેંગકોક ડાયવર્ટ કરવામાં આવી 

આ પણ વાંચો :Queen Margrethe of Denmark/52 વર્ષ સુધી ડેનમાર્ક પર શાસન કરનાર રાણી માર્ગ્રેથે II રાજગાદીનો કરશે ત્યાગ , પુત્ર ફ્રેડરિક બનશે આગામી અનુગામી