Breaking News/ રોહન ગુપ્તાનું કોંગ્રેસમાંથી રાજીનામું, મારી સાથે દગાનુ વ્યવસ્થિત આયોજન….

રોહન ગુપ્તાએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: કોંગ્રેસમાંથી ઉમેદવારી જાહેર કર્યા બાદ અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરનાર રોહન ગુપ્તાએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. પિતાની બીમારીનું કારણ આપીને અમદાવાદ બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરનાર રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

આપને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના ગઢમાંથી વધુ એક કાંગારૂ પડી ગયું છે. ગુજરાત કોંગ્રેસ માટે આ મોટો ફટકો છે. આવી સ્થિતિમાં રોહન ગુપ્તા પણ અન્ય નેતાઓની જેમ ભાજપમાં જોડાશે કે કેમ તે હજુ ચર્ચાનો વિષય છે.

જણાવી દઈએ કે કોંગ્રેસ દ્વારા તેઓને અમદાવાદ પૂર્વથી ટીકીટ આપવામાં અવી હતી. જે બાદ તેઓએ ચૂંટણી ન લડવાનો નિર્ણય લેતા કહ્યું હતું કે, પિતાની નાદુરસ્ત તબિયતને લીધે નથી લડી રહ્યો અને હવે પિતાની તબિયતને ધ્યાનમાં લઈને તેઓએ રાજીનામું આપ્યું છે. કોંગેસ અધ્યક્ષ ખડગેને પત્ર લખી કરી રાજીનામાની જાન કરી છે. ગુપ્તા છેલ્લા 13 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર હતા.

આપને જણાવી દઈએ કે, રાજ્યસભાના સભ્ય નારણ રાઠવા, પૂર્વ ધારાસભ્ય મોહન રાઠવા, અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર, સીજે ચાવડા જેવા દિગ્ગજ નેતાઓએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…