IND vs SA/ રોહિતની જગ્યાએ કે.એલ.રાહુલ ટીમ ઈન્ડિયાનો બન્યો વાઇસ કેપ્ટન, BCCI ની જાહેરાત

26મીથી સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ રમાવાની છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમમાંથી બહાર કર્યા બાદ લોકેશ રાહુલ વાઈસ કેપ્ટન બની ગયો છે. BCCI એ ઔપચારિક જાહેરાત કરી છે. 

Sports
રાહુલ

26મીથી સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ રમાવાની છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમમાંથી બહાર કર્યા બાદ લોકેશ રાહુલ વાઈસ કેપ્ટન બની ગયો છે. BCCI એ ઔપચારિક જાહેરાત કરી છે.

આ પણ વાંચો – Cricket / ચાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાના કારણે આ ટીમનો અમેરિકા અને કેરેબિયન પ્રવાસ પર ખતરો

આપને જણાવી દઈએ કે, આ પહેલા બોર્ડ (BCCI)એ ટીમની જાહેરાત કરતી વખતે જાણકારી આપી હતી કે, ટેસ્ટ ટીમની કમાન વિરાટ કોહલીનાં હાથમાં રહેશે અને રોહિત શર્મા વાઇસ કેપ્ટન હશે. પરંતુ દક્ષિણ આફ્રિકા જવાના થોડા સમય પહેલા જ રોહિત શર્મા ઈજાનાં કારણે ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો હતો. રોહિત શર્મા હાલમાં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં સ્વસ્થ થઈ રહ્યો છે. ટેસ્ટ ટીમમાં તેના સ્થાને લોકેશ રાહુલ (કેએલ રાહુલ) વાઇસ કેપ્ટન બનશે. આ વાતની પુષ્ટિ કરતા BCCIએ સત્તાવાર માહિતી આપી છે. વિરાટ કોહલી અને ટીમે દક્ષિણ આફ્રિકા પહોંચીને પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. વિરાટ કોહલીએ શનિવારે પહેલા દિવસનાં પ્રેક્ટિસ સેશનનાં પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો.

ભારતીય ટેસ્ટ ટીમ-

વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), પ્રિયંક પંચાલ, આર અશ્વિન જયંત યાદવ, આર. શર્મા, મો. શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ.

સ્ટેન્ડબાય ખેલાડીઓઃ નવદીપ સૈની, સૌરભ કુમાર, દીપક ચહર, અર્જન નાગવાસવાલા.

ભારત vs દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સીરીઝનું શેડ્યૂલ

પહેલી ટેસ્ટ – 26મી – 30મી ડિસેમ્બર, 2021 – સુપર સ્પોર્ટ પાર્ક, સેન્ચુરિયન

બીજી ટેસ્ટ – 3 – 7મી જાન્યુઆરી, 2022 – વાન્ડરર્સ, જોહાનિસબર્ગ

ત્રીજી ટેસ્ટ – 11 – 15 જાન્યુઆરી, 2022 – ન્યુલેન્ડ્સ, કેપ ટાઉન

જણાવી દઇએ કે, BCCI નાં એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યુ હતું કે, બોર્ડ લોકેશ રાહુલમાં આગામી કેપ્ટન તરીકે શોધી રહ્યુ છે. તેને ODI અને T20 બન્નેની વાઇસ કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરીઝમાં તેને વાઇસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.