IPL 2021/ રોહિત શર્માએ જણાવ્યું કે આ ખામીના કારણે પંજાબ કિંગ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સને મળી હાર

આઈપીએલ 2021 ની 17 મી લીગ મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવી હતી. મુંબઇના બેટ્સમેન આ મેચમાં ફરી એકવાર નિષ્ફળ ગયા અને આ કારણે આ ટીમ વધુ સ્કોર કરી શકી નહીં. પંજાબના બોલરો સામે, મુંબઈના બેટ્સમેનોએ રન બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. જોકે કેપ્ટન રોહિતે 63 રન ફટકાર્યા હતા, પણ મુંબઈ જીત મેળવી […]

Trending Sports
rohit ipl રોહિત શર્માએ જણાવ્યું કે આ ખામીના કારણે પંજાબ કિંગ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સને મળી હાર

આઈપીએલ 2021 ની 17 મી લીગ મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવી હતી. મુંબઇના બેટ્સમેન આ મેચમાં ફરી એકવાર નિષ્ફળ ગયા અને આ કારણે આ ટીમ વધુ સ્કોર કરી શકી નહીં. પંજાબના બોલરો સામે, મુંબઈના બેટ્સમેનોએ રન બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. જોકે કેપ્ટન રોહિતે 63 રન ફટકાર્યા હતા, પણ મુંબઈ જીત મેળવી શક્યું ન હતું અને તે હારી ગયું હતું.

ટીમની હાર બાદ મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમે પંજાબ સામે પૂરતા રન બનાવી શકયા નહીં. મને લાગે છે કે આ વિકેટ બેટિંગ માટે ખરાબ નહોતી. તમે જોયું કે કેવી રીતે પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ 9 વિકેટથી મેચ જીતી હતી. અમારી ટીમના બેટ્સમેન આ પ્રકારની પ્રક્રિયા કરી શકતા નથી. જો તમે આવી વિકેટ પર 150-160 રન બનાવી દીધા તો તમે મેચમાં ટકી શકો છો. અમે છેલ્લી બે મેચમાં પૂરતા રન બનાવી શક્યા નથી અને તે જ હારનું કારણ હતું.

રોહિત શર્માએ કહ્યું કે, પંજાબના બોલરોએ પાવરપ્લેમાં ઘણી સારી બોલિંગ કરી હતી. ઇશાન કિશન બોલને ફટકારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે આમ કરી શક્યો નહીં. આટલું જ નહીં, હું બોલને ફટકારવામાં પણ સક્ષમ નહોતો. અગાઉની મેચોમાં પાવરપ્લે દરમિયાન અમે સારી બેટિંગ કરી શક્યા હતા, પરંતુ આ મેચમાં અમે તે કરી શક્યા નહીં. તેમણે કહ્યું કે, અમારી બેટિંગમાં ખૂબ જ અભાવ છે અને તેને દૂર કરવાની જરૂર છે.

Untitled 41 રોહિત શર્માએ જણાવ્યું કે આ ખામીના કારણે પંજાબ કિંગ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સને મળી હાર