India vs Newzealand/ અંતિમ મેચમાં બે મોટા રેકોર્ડ પર રહેશે રોહિત શર્માની નજર

આજની મેચમાં પણ તેની પાસે બે શાનદાર રેકોર્ડ બનાવવાની તક છે. રોહિતે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 147 સિક્સર ફટકારી છે અને આવી સ્થિતિમાં જો આજે તેના બેટમાંથી ત્રણ સિક્સર નીકળી જાય તો તેના નામે 150 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બની જશે.

Top Stories Sports
રોહિત શર્મા

આડે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને ક્લીન સ્વીપ કરવા માટે મેદાને ઉતરશે. ત્યારે બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની લાજ બચાવવા આ મેચને જીતવા માંગશે. અંતિમ મેચ બાદ ટેસ્ટ સીરીઝ શરૂ થશે, ત્યારે બન્ને ટીમો અંતિમ મેચમાં જીત સાથે ટેસ્ટ સીરીઝની શરૂઆત કરવા મેદાને ઉતરશે. આપને જણાવી દઇએ કે, ભારતીય ઓપનર રોહિત શર્માએ T20 કેપ્ટન તરીકે શાનદાર શરૂઆત કરી છે, જેમાં ટીમે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે T20I શ્રેણી જીતી છે.

રોહિત શર્મા

આ પણ વાંચો – India vs Newzealand / સીરીઝની અંતિમ T20 મેચમાં અવેશ ખાન, ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશનને મળી શકે છે તક

જણાવી દઇએ કે, જયપુર અને રાંચીમાં જીત મેળવ્યા બાદ રોહિતની સેના હવે કોલકાતા પહોંચી ગઈ છે અને ‘કલીન સ્વીપ’ કરવા માટે ઈડન ગાર્ડન્સથી વધુ સારી જગ્યા કોઈ હોઈ શકે નહીં. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રોહિતને આ મેદાન ખૂબ જ પસંદ છે અને તેણે આ મેદાન પર ODI ક્રિકેટની સૌથી મોટી ઇનિંગ્સ (264 રન) રમી છે. આજની મેચમાં પણ તેની પાસે બે શાનદાર રેકોર્ડ બનાવવાની તક છે. રોહિતે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 147 સિક્સર ફટકારી છે અને આવી સ્થિતિમાં જો આજે તેના બેટમાંથી ત્રણ સિક્સર નીકળી જાય તો તેના નામે 150 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બની જશે. રાંચીમાં રમાયેલી છેલ્લી મેચમાં રોહિતે 36 બોલમાં પાંચ છક્કાની મદદથી 55 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જો રોહિત આમ કરી શકશે તો તે T20 ઈન્ટરનેશનલમાં 150 સિક્સ મારનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો બીજો ક્રિકેટર બની જશે. તેના સિવાય અત્યાર સુધી માત્ર ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ગુપ્ટિલ જ આ કારનામો કરી શક્યા છે. હવે બીજા રેકોર્ડની વાત કરીએ તો આજે રોહિત પાસે કેપ્ટન તરીકે ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવવાની તક છે. તેણે કિવી ટીમ સામે અત્યાર સુધીમાં 6 મેચમાં 252 રન બનાવ્યા છે. તેને ન્યૂઝીલેન્ડ સામે કેપ્ટન તરીકે સૌથી વધુ રનનો ઈયોન મોર્ગનનો રેકોર્ડ તોડવા માટે 36 રનની જરૂર છે. મોર્ગને અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ સામે 10 T20 મેચમાં 287 રન બનાવ્યા છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર વિરાટ કોહલી છે, જેણે 8 મેચમાં કેપ્ટનશિપ કરતા 218 રન બનાવ્યા છે.

rutu 5 અંતિમ મેચમાં બે મોટા રેકોર્ડ પર રહેશે રોહિત શર્માની નજર

આ પણ વાંચો –  Syed Mushtaq Ali Trophy / વિદર્ભનાં આ બોલરે 4 બોલમાં 4 વિકેટ લઇને ક્રિકેટ પંડિતોને ચોંકાવી દીધા

આપને જણાવી દઇએ કે, રોહિતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનાં સિક્સરનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 450 સિક્સર મારવામાં આફ્રિદીને પાછળ છોડી દીધો છે. રોહિતે 404મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે આફ્રિદીએ 487 ઇનિંગ્સમાં આ આંકડો પાર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 450+ સિક્સર મારનાર રોહિત એકમાત્ર ભારતીય છે.