Ahmedabad/ રિલીફ રોડ કડિયા કુઇ પાસે જર્જરિત બિલ્ડિંગની અગાસી ધરાસાઈ, બે વ્યક્તિના મોત

રિલીફ રોડ કડિયા કુઇ પાસે જર્જરિત બિલ્ડિંગની અગાસી ધરાસાઈ, બે વ્યક્તિના મોત

Ahmedabad Gujarat
sambit patra 20 રિલીફ રોડ કડિયા કુઇ પાસે જર્જરિત બિલ્ડિંગની અગાસી ધરાસાઈ, બે વ્યક્તિના મોત
  • અગાસી ધરાસાઈ થતા બે વ્યક્તિ મોત
  • ચાર વર્ષની બાળકી અને માતાનું મોત
  • અન્ય એક બાળકી ની હાલત ગંભીર
  • ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી
  • ઘાયલ લોકો ને બચાવી હોસ્પિટલમાં દાખલ કરાયા

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

અમદાવાદ શહેરમાં રિલીફ રોડ કડિયા કુઇ પાસે આવેલી રાજા બિલ્ડિંગમાં અચાનક બિલ્ડિંગના ત્રણે માળની છત ધરાસાઈ થઈ ગઈ હતી.  અગાસી ધરાસાઈ થવાની ઘટનાને પગલે ત્યાંથી પસાર થઇ રહેલા એક પરિવારના સભ્યો પર આફતનો પહાડ તૂટી પડયો હતો. જર્જરિત રાજા બિલ્ડિંગની અગાસી ધરાસાઈ થવાથી બે વ્યક્તિ ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.  જેમાં ચાર વર્ષની બાળકી અને તેની માતાનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત અન્ય એક 13 વર્ષની દીકરી ની હાલત ગંભીર હોવાથી ફાયર બ્રિગેડની ટિમેં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી હતી.  જેમાં ઘાયલ ને બચાવી હોસ્પિટલમાં દાખલ કરાયા આવી છે.  પરંતુ હાલ તેની હાલત ખુબ ગંભીર છે. તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા પણ જર્જરિત બિલ્ડિંગની છત ધરાશાયી થવાના મામલે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.