scame/ શેરબજારમાં રૂ.8200 કરોડનાં કર ચોરી કૌભાંડનો પર્દાફાશ

શેરબજારમાં રૂ.8200 કરોડનાં કરચોરી કૌભાંડનો પર્દાફાશ દેશનાં મોટા શહેરોનાં 22 જેટલાં બ્રોકર્સને ત્યાં દરોડા પ.બંગાળ ગોટાળાનું હબ હોવાનો ઘટસ્ફોટ BSE ઇલિક્વિડ ડેરિવેટિવ્સ પ્લેટફોર્મનો દુરુપયોગ કરાયો રેવન્યૂ વિભાગે 10 વર્ષ જુનું કૌભાંડ ઝડપી પાડયું IT વિભાગ અને માર્કેટ રેગ્યુલેટર સેબીની તપાસ તેજ રેવન્યૂ ડિપાર્ટમેન્ટે શેરબજારમાં કેપિટલ ગેઇન્સ ટેક્સ આપવામાંથી મુક્તિ મેળવવા ખોટી રીતે લોસ ઊભો કરવાનું […]

Top Stories India Uncategorized
scam1 શેરબજારમાં રૂ.8200 કરોડનાં કર ચોરી કૌભાંડનો પર્દાફાશ
  • શેરબજારમાં રૂ.8200 કરોડનાં કરચોરી કૌભાંડનો પર્દાફાશ
  • દેશનાં મોટા શહેરોનાં 22 જેટલાં બ્રોકર્સને ત્યાં દરોડા
  • પ.બંગાળ ગોટાળાનું હબ હોવાનો ઘટસ્ફોટ
  • BSE ઇલિક્વિડ ડેરિવેટિવ્સ પ્લેટફોર્મનો દુરુપયોગ કરાયો
  • રેવન્યૂ વિભાગે 10 વર્ષ જુનું કૌભાંડ ઝડપી પાડયું
  • IT વિભાગ અને માર્કેટ રેગ્યુલેટર સેબીની તપાસ તેજ

રેવન્યૂ ડિપાર્ટમેન્ટે શેરબજારમાં કેપિટલ ગેઇન્સ ટેક્સ આપવામાંથી મુક્તિ મેળવવા ખોટી રીતે લોસ ઊભો કરવાનું રૂ. ૮૨૦૦ કરોડનું કૌભાંડ ઝડપી પાડયું છે. ૨૦૧૦માં આચરવામાં આવેલા આ કૌભાંડમાં લોસ દર્શાવનાર કંપનીઓએ તે વખતે બીએસઈના ઈલિક્વિડ(નજીવા સોદા ધરાવતાં) ડેરિવેટિવ્ઝ પ્લેટફેર્મનો દુરુપયોગ કર્યો હતો. જેમાં તેમણે અસાધારણ નીચા પ્રીમિયમ ભાવે ઓપ્શન્સ ટ્રેડિંગ કર્યાં હતાં. તે દિવસોમાં બીએસઈ પ્લેટફેર્મ પર ૭૦-૧૦૦ ટકા સોદાઓ આ રીતે પરસ્પર સમજૂતીથી કરવામાં આવ્યા હતા. આ દિશામાં વધુ તપાસ માટે હવે જ્યારે વિવિધ શહેરોના ૨૨ જેટલા બ્રોકર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. પશ્ચિમ બંગાળ આ પ્રકારની કરચોરી માટેનું મુખ્ય કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે. સત્તાવાળાઓએ આ અંગે હજુ કોઈ ટિપ્પણી કરી નથી. બજાર વર્તુળોના મતે કૌભાંડ જૂનું હોવા ઉપરાંત તેનું કદ બજારના વોલ્યૂમ સામે ખૂબ નાનું છે અને તેથી જ બજારે કોઈ નેગેટિવ પ્રતિક્રિયા દર્શાવી નથી.

પ્રાપ્ય માહિતી અનુસાર આવકવેરા વિભાગે ગયા મહિને જ આ કેસ માર્કેટ રેગ્યુલેટર સેબીને વધુ તપાસ માટે સુપ્રત કર્યો છે. આઈટી ડિપાર્ટમેન્ટની તપાસમાં આ પ્રકારે લગભગ ૨૦ હજાર લોકોએ લાભ લીધો હોવાનું બહાર આવ્યું છે. જુલાઈ ૨૦૧૯માં આઈટી ડિપાર્ટમેન્ટની તપાસ પાંખે ઓપરેશન ફલ્કન હાથ ધર્યાં બાદ આ તમામ વિગતો બહાર આવી હતી. તપાસમાં વિવિધ શહેરોમાં ૨૨ જેટલા બ્રોકિંગ ગૃહોની ઓફ્સિો ખાતે સર્ચ હાથ ધરવામાં આવી હતી. જેમાં મુંબઈ, કોલકાતા, કાનપુર, હૈદરાબાદ અને નેશનલ કેપિટલ રિજન(એનસીઆર)નો સમાવેશ થાય છે. આઈટી વિભાગ ૧૦ વર્ષ જૂના કૌભાંડને લઈને હજુ પણ વધુ વિગતો શોધી રહ્યું છે. જ્યારે સેબી પણ તેની રીતે અલગથી તપાસ કરી રહી છે.

બ્રોકર્સે એફએન્ડઓ સેગમેન્ટમાં છટકબારીનો દુરુપયોગ કરીને કરચોરી સ્વીકારી હોવાનું જાણવા મળે છે. તેમણે એમ પણ સ્વીકાર્યુ છે કે આ પ્રકારના બે પાર્ટીઓ વચ્ચે સમજૂતીપૂર્વક થયેલા સોદા એક્ઝિક્યૂટ કરવા માટે તેમણે ૨-૩ ટકાનું કેશ કમિશન પણ લીધું હતું. આઈટી વિભાગને જાણવા મળ્યા મુજબ વિવિધ કંપનીઓના નફ-નુકસાનની ગણતરી રાખતાં બ્રોકર્સ અને એન્ટ્રી ઓપરેટર્સની સિન્ડિકેટ આ પ્રકારના સોદાઓ પાછળ કારણભૂત છે.

આ રીતે આંજામ આપવામાં આવ્યો તરકટને…

પ્રથમ તબક્કામાં

  1. અન્ડરલાઇંગ સ્ક્રિપમાં કોઈપણ અનુરૂપ ઓફ-સેટિંગ પોઝિશન વગર જ એનટીટી ઓપ્શન્સ વેચે છે
  2. ઓપ્શનને ગેરવાજબી નીચી કિંમત પર વેચવામાં આવે છે, ઘણીવાર તો તેની આંતરિક મૂલ્ય કરતાં પણ નીચી કિંમત હોય છે

બીજા તબક્કામાં । એનટીટી

  1. સમાન ઓપ્શનને પછીથી સમાન એનટીટી દ્વારા તે પછીના ટ્રેડિંગ કામકાજના દિવસમાં વેચાણ કિંમતની સરખામણીએ નોંધપાત્ર ઊંચી કિંમતે પરત ખરીદી લેવામાં આવે છે
  2. મોટાભાગના પ્રસંગોએ કોન્ટ્રાક્ટમાં ખોટ કરતી એનટીટી દ્વારા વેચાયેલા અને ખરીદાયેલા ઓપ્શનનો જથ્થો એક જેવો જ હતો.
  3. ટ્રેડના વેચાણ મૂલ્ય અને ખરીદ મૂલ્યમાં નોંધપાત્ર તફાવત હશે જેને પરિણામે એક એનટીટીને નોંધપાત્ર ખોટ જાય છે અને સામેના પક્ષને નોંધપાત્ર નફો થાય છે