Not Set/ પાટડી નગરપાલિકા દ્વારા રૂ. 35 લાખના ખર્ચે બનેલી ટાંકી અને સમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું

પાટડી બજાણા રોડ પર નગરપાલિકા દ્વારા રૂ. 35 લાખના ખર્ચે બનાવાયેલી બે લાખ લિટરની ટાંકી અને ચાર લિટરના સમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ

Gujarat
15 12 પાટડી નગરપાલિકા દ્વારા રૂ. 35 લાખના ખર્ચે બનેલી ટાંકી અને સમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ સહિતના રાજકીય આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

પાટડી બજાણા રોડ પર નગરપાલિકા દ્વારા રૂ. 35 લાખના ખર્ચે બનાવાયેલી બે લાખ લિટરની ટાંકી અને ચાર લિટરના સમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ સહિતના રાજકીય આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના 17000ની વસ્તી ધરાવતા પાટડીમાં સુરજમલજી હાઇસ્કુલ પાસેની 7 લાખ લિટરની ટાંકી અને 4 લાખ લિટરનો સમ્પ આવેલો છે. જ્યારે કલાડા દરવાજા બહાર પણ 2 લાખ લિટરની ટાંકી અને ચાર-ચાર લાખ લિટરના બે અને બે લાખ લિટરનો એક સમ્પ મળી કુલ 10 લાખ લિટરના સમ્પ આવેલા છે. જ્યારે દલિત વાસમાં પણ એક લાખ લિટરની ટાંકી અને ચાર લાખ અને બે લાખ લિટરના બે સમ્પ આવેલા છે. એ જ રીતે પાટડીના તાબામાં આવતા હિંમતપુરા અને નારાણપુરામાં પણ પાણીની ટાંકી અને સમ્પ બનાવેલા છે.

પાટડીની 17000ની વસ્તીને આજેય રોજ સવારે દોઢ કલાક અને સાંજે એક કલાક મળી રોજનું 35 લાખ લિટર પીવાના પાણીનું વિતરણ કરાય છે. પાટડીમાં પાછલા 25 વર્ષમાં ક્યારેય પીવાના પાણીની તકલીફ પડી નથી. પાટડી બજાણા રોડ પર નગરપાલિકા દ્વારા રૂ. 35 લાખના ખર્ચે બનાવાયેલી બે લાખ લિટરની ટાંકી અને ચાર લિટરના સમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ લોકોર્પણ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મૌલેશભાઇ પરીખ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદિશભાઇ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ સોનાજી ઠાકોર, પી.કે.પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયા, મોહનલાલ ઠક્કર સહિત નગરપાલિકાના સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

પાટડી નગરપાલિકાના પ્રમુખ મૌલેશભાઇ પરીખે જણાવ્યું કે, નગરપાલિકામાં ચારેય દિશાઓમાં પાણીની વિશાળ ટાંકી અને સમ્પ આવેલા છે. ત્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 35 લાખના ખર્ચે પાટડી બજાણા રોડ ઉપર રૂ. 35 લાખના ખર્ચે બે લાખ લિટરની ટાંકી અને ચાર લિટરના સમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પાટડીમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી અંત આવશે.