Russia-Ukraine war/ રશિયાએ બે શહેરમાં યુદ્ધવિરામની કરી જાહેરાત,સામાન્ય લોકોને બહાર કાઢવા માટે કર્યું એલાન

રશિયાએ કિવમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. યુદ્ધવિરામ સામાન્ય લોકોને બહાર કાઢવા માટે કરવામાં આવ્યો છે,

Top Stories World
9 7 રશિયાએ બે શહેરમાં યુદ્ધવિરામની કરી જાહેરાત,સામાન્ય લોકોને બહાર કાઢવા માટે કર્યું એલાન
  • રશિયાએ વધુ બે શહેરમાં યુદ્ધવિરામનું કર્યું એલાન
  • કીવ અને ખાર્કિવી કરી યુદ્ધવિરામની જાહેરાત
  • સુમીમાં યુદ્ધવિરામ થતા ભારતને રાહત
  • ફ્રાન્સની મધ્યસ્થી બાદ રશિયાએ કર્યું એલાન

રશિયાએ કિવમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. યુદ્ધવિરામ સામાન્ય લોકોને બહાર કાઢવા માટે કરવામાં આવ્યો છે,રશિયાએ હાલ બે શહેરોમાં યુદ્વવિરામની કરી છે,સામાન્ય નાગરિકોને કાઢવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. કિવ અને ખાર્કિવીના નાગરિકોને અગવડતા ન પડે અને ત્યાં રહેલા નાગરિકો સહિત વિદેશના નાગિરકો આસાનીથી બહાર નીકળી જાય તે હેતુથી રશિયાએ કરી છે આ જાહેરાત.

સુમીમાં પણ યુદ્વવિરામ થતાં ભારતને મોટી રાહત મળી છે જેના લીધે આ વિસ્તારમાં ભારતીયો વિધાર્થીઓ ફસાયા છે  તે હવે આસાનીથી બહાર નીકળી શકશે અને સ્વદેશ પરત આવી શકશે,ઉલ્લેખનીય છે કે આ  યુદ્વ વિરામ ની જાહેરાત રશિયાએ ફ્રાન્સની મધ્યસ્થી બાદ કરી હતી ,ફ્રાન્સ સાથે રશિયાએ વાત કરી હતી અને ત્યારબાદ આ યુદ્વ વિરામની મોટી જાહેરાત કરી હતી.