Not Set/ રશિયા Vs સાઉદી અરેબિયા, રશિયાએ પાંચ ગોલ ફટકારી અરેબિયાને હરાવ્યું

14 જૂન 2018 ના રોજ દુનિયાની સૌથી લોકપ્રિય ગેમ ફિફા શરુ થઇ ચુકી છે. કાલ ગુરુવારે મોસ્કો ખાતે લુઝનીકી સ્ટેડિયમ ખાતે 2018 ફિફા (FIFA) વિશ્વ કપ ગ્રુપ ‘એ’ ના બે દેશોની ટીમ રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. વિશ્વ રેન્કિંગની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો સાઉદી અરેબિયા 67 માં રેન્ક સાથે […]

Top Stories Sports
Russia vs Saudi Arabia રશિયા Vs સાઉદી અરેબિયા, રશિયાએ પાંચ ગોલ ફટકારી અરેબિયાને હરાવ્યું

14 જૂન 2018 ના રોજ દુનિયાની સૌથી લોકપ્રિય ગેમ ફિફા શરુ થઇ ચુકી છે. કાલ ગુરુવારે મોસ્કો ખાતે લુઝનીકી સ્ટેડિયમ ખાતે 2018 ફિફા (FIFA) વિશ્વ કપ ગ્રુપ ‘એ’ ના બે દેશોની ટીમ રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. વિશ્વ રેન્કિંગની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો સાઉદી અરેબિયા 67 માં રેન્ક સાથે રશિયાથી 3 અંક ઉપર છે, જયારે રશિયા વિશ્વ રેન્કિંગમાં 70 માં સ્થાને છે.

રશિયાના ખેલાડીઓએ રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચેના મેચ દરમિયાન, તેમની ટીમના પાંચ ગોલ ફટકારી દીધા હતા. જેમાં શાનદાર પાંચ ગોલ સાથે રશિયાએ 5-0 થી પોતાની જીત દાખલ કરાવી હતી.

મેચ શરુ થવાની માત્ર 12 મિનિટ પછી ઉત્સાહનો વિસ્ફોટ થયો જ્યારે યૂરી ગાસિન્સ્કીએ પોતાનો અને ફિફા 2018 ના પ્રથમ ગોલ સાથે રશિયાની આગેવાની લીધી હતી. રશિયાના મિડફિલ્ડર ડેનિસ ચાર્શેવેવએ પોતાની પોતાની કુશળતાથી ડાબા પગેથી ગોલ કરીને દર્શાવ્યું હતું કે અમે ચેમ્પિયન છીએ પરંતુ હજુ તો ગેમ શરુ જ થઇ છે આગળ ખબર પડશે કે કેમાં કેટલો દમ છે. મિડફિલ્ડર ડેનિસ ચાર્શેવેવએ આ મેચમાં બે ગોલ ફટકાર્યા હતા.

જયારે સાઉદી અરેબિયાની વાત કરવામાં આવે તો સાલેમ અલ-દાવરારી ખુબ જ ઉમદા ગેમ રમ્યા હતા. તેમના સિવાયના પણ અન્ય પ્લેયર સરસ, ચુસ્ત ફૂટબોલ રમ્યા હતા, પરંતુ જો ઊર્જા અથવા ઉદ્દેશ્યની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો રશિયન યજમાનોને હરાવવામાં તેઓ સક્ષમ નહોતા રહ્યા.

Russia win Saudi Arabia AFP listicle રશિયા Vs સાઉદી અરેબિયા, રશિયાએ પાંચ ગોલ ફટકારી અરેબિયાને હરાવ્યું

રશિયાના સ્ટ્રાઇકર પ્લેયર આર્ટીમ ડીઝ્યુબાએ ટીમ માટે પોતાની તરફથી ત્રીજો ગોલ ફટકારી દીધા હતા. આ મેચમાં એલન ડઝોગોવેને ઇન્જરી પણ થઇ હતી. જેમાં એલન ડઝોગોવેના સબસ્ટિટ્યુટમાં આર્ટીમ ડીઝ્યુબા આવ્યા હતા અને 79 મિનિટ અને 89 સેકન્ડે હેડર મારી ટીમનો ત્રીજો ગોલ ફટકાર્યો હતો.

80,000 દર્શકોને સમાવી શકે એવા ભવ્ય સ્ટેડિયમમાં દર્શકો ચીયર કરી પ્લેયરોનો જુસ્સો બમણો કરતા હતા. જયારે આપણે જાણીને નવાઈ લાગશે પરંતુ આ દર્શકોમાં સાઉદી અરેબિયાના પ્રિન્સ અને રશિયાના વ્લાદિમીર પુતિન પણ હાજર હતા.