OMG!/ 30 દિવસમાં વિશ્વ યુદ્ધ શરૂ થઇ શકે છે, રશિયન લશ્કરી વિશ્લેષકે ચેતવણી આપી

રશિયન લશ્કરી વિશ્લેષકે એક વધુ એક ડરામણી ચેતવણી જાહેર કરી છે. તેમને કહ્યું છે કે આગામી એક મહિનાની અંદર ત્રીજું વિશ્વ યુદ્ધ થઇ શકે છે.  

World Trending
antigen corona testing kit 6 30 દિવસમાં વિશ્વ યુદ્ધ શરૂ થઇ શકે છે, રશિયન લશ્કરી વિશ્લેષકે ચેતવણી આપી

હાલમાં વિશ્વ આખું કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે રશિયન લશ્કરી વિશ્લેષકે એક વધુ એક ડરામણી ચેતવણી જાહેર કરી છે. તેમને કહ્યું છે કે આગામી એક મહિનાની અંદર ત્રીજું વિશ્વ યુદ્ધ થઇ શકે છે.

રશિયા-યુક્રેન સરહદ પર વધી રહેલા તણાવને કારણે વિશ્વ યુદ્ધની આશંકાઓ વધુ તીવ્ર બની છે. રશિયન લશ્કરી નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો એક મહિનાની અંદર વિશ્વએ કોરોના સંકટ વચ્ચે ભીષણ યુદ્ધનો સામનો કરવો પડશે. તણાવ વધતા જતા રશિયાએ વિવાદિત બોર્ડર પર તાજેતરમાં 4,000 સૈનિકો મોકલ્યા છે. રશિયન સેનાની આ હિલચાલને કારણે યુરોપ સજાગ છે. આ પછી, વિશ્વ યુદ્ધનું જોખમ પણ ખરું શરૂ થયું છે.

વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ તરફ દોરી જશે

સંરક્ષણ વિશ્લેષકે ચેતવણી આપી છે કે પરિસ્થિતિ વધુ વણસી શકે છે, જે આવતા અઠવાડિયામાં વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ તરફ દોરી જશે. સ્વતંત્ર રશિયન સૈન્ય વિશ્લેષક પાવેલ ફેલ્જેનહાવરે કહ્યું છે કે રશિયાએ તેના પડોશી દેશની સાથે વિવાદિત ક્ષેત્રમાં મોટા પાયે સૈન્ય તૈનાત કર્યા છે. જે એક મોટા યુધ્ધના ભણકારા આપી રહ્યું છે.

પાવેલ ફેલ્જેનહાવરે કહ્યું છે કે રશિયાએ 4 હજાર સૈનિકો તૈનાત કર્યા છે. હવે આપણે કહી શકીએ કે યુક્રેનમાં ચાર અઠવાડિયામાં યુરોપિયન અથવા વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે. તેમણે કહ્યું, ભય ઝડપથી વધી રહ્યો છે. મીડિયામાં આ વિશે વધુ ચર્ચા થઈ નથી, પરંતુ આપણે ખૂબ ખરાબ સંકેતો જોઇ રહ્યા છીએ. આ કટોકટી એટલી મોટી છે કે, વિશ્વ સ્તરે યુદ્ધ ન થાય તો પણ યુરોપમાં યુદ્ધ થઈ શકે છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને 4 હજાર રશિયન સૈનિકોને ટેંક અને અન્ય સશસ્ત્ર વાહનો સાથે વિવાદિત ક્ષેત્રમાં મોકલ્યા પછી લશ્કરી વિશ્લેષકે ચેતવણી આપી હતી. રશિયન લશ્કરી નિષ્ણાત પાવેલ ફેલ્જેનહાવરે જણાવ્યું હતું કે, જો યુદ્ધ શરૂ થાય છે, તો તે ફક્ત બે દેશો સુધી મર્યાદિત રહેશે નહીં. તેમાં યુરોપિયન અથવા વિશ્વ સ્તરે યુદ્ધનું સ્વરૂપ લેવાની સંભાવના પણ છે.

ગયા અઠવાડિયે યુક્રેનના કમાન્ડર-ઇન-ચીફ, રુસલાન ખોમચએ સંસદમાં કહ્યું હતું કે રશિયન ફેડરેશન આપણા દેશ પ્રત્યે આક્રમક નીતિ ચાલુ રાખી રહ્યું છે. રશિયાએ સરહદ વિસ્તારમાં ઓછામાં ઓછા 25 વધારાના ટેક્ટિક જૂથો તૈનાત કર્યા છે. જો કે, રશિયા કહે છે કે યુક્રેન સાથેની સરહદ પર રશિયન સૈન્યની કવાયતથી યુક્રેન અથવા બીજા કોઈને પણ જોખમ નથી. રશિયા કહે છે કે તે આખા દેશમાં સૈન્ય તૈનાત કરે છે અને સરહદ પર સૈન્ય તૈનાત કરવાનું નવું નથી.