Not Set/ સાબરડેરી દ્વારા દૂધના ભાવ માં વધારો કરાતા પશુપાલકો ને રાહત

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ જેટલા પશુપાલકો ની આર્થિક જીવા દોરી સમાન સાબરડેરી દ્વારા છેલ્લા કેટલાય સમય થી ભાવ ના મુદ્દે વિવાદો થી ઘેરાઈ હતી ત્યારે સાબરડેરી દ્વારા તાજેતરમાં જ દૂધના પ્રતિ કિલો, ફેટના ભાવ માં ૧૦ થી ૨૦ રૂપિયા નો વધારો કરતા પશુપાલકો ને રાહત થઇ છે એક તરફ દિવસે દિવસે વધતી […]

Gujarat Others
sabar dairy સાબરડેરી દ્વારા દૂધના ભાવ માં વધારો કરાતા પશુપાલકો ને રાહત

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ જેટલા પશુપાલકો ની આર્થિક જીવા દોરી સમાન સાબરડેરી દ્વારા છેલ્લા કેટલાય સમય થી ભાવ ના મુદ્દે વિવાદો થી ઘેરાઈ હતી ત્યારે સાબરડેરી દ્વારા તાજેતરમાં જ દૂધના પ્રતિ કિલો, ફેટના ભાવ માં ૧૦ થી ૨૦ રૂપિયા નો વધારો કરતા પશુપાલકો ને રાહત થઇ છે

એક તરફ દિવસે દિવસે વધતી મોંઘવારી સામે ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ સાબરડેરી દ્વારા દૂધના ભાવો માં વધારો કરતા હાલ તો પશુપાલકો ને રાહત થઈ છે.પરંતુ હજુ પણ પશુપાલકો ને પશુપાલન વ્યવસાય પળવળતો ના હોવાનું પશુપાલકો નો દાવો છે હજુ પણ પશુપાલકો ને ભાવ વધુ ચુકવવમાં આવે તો જ પશુપાલન વ્યવસાય માં નફો મળી શકે એમ છે હાલ ના વધેલા ભાવો જોતા પશુઓ ની માવજત અને ખર્ચ સરભર થઇ ને રહે છે આખરે પશુપાલકો ને એની ઉપજ મળતી નથી.

એક તરફ ચાલુ વર્ષે સાર્વત્રિક ઓછા વરસાદ ના કારણે ખેતીમાં પણ નુકસાની આવી છે બીજી તરફ લીલો ઘાસચારો પણ પૂરતા પ્રમાણ માં ના હોવાના કારણે સૂકા અને લીલા ઘાસચાર ના ભાવો માં પણ વધારો ઝીંકાયો છે સાથો સાથ સાબરડેરી દ્વારા બનાવવામાં આવતું પશુ દાન પણ મોંઘુ છે એની સામે પશુ પાલકો ને સાબરડેરી દ્વારા ખરીદાતુ દૂધ ના ભાવો પોષણ ક્ષમ ના મળવાના કારણે પશુપાલન વ્યવસાય ઠપ થવા જઈ રહ્યો છે તેવામાં જ સાબરડેરીએ દૂધના ભાવ માં વધારો કરી પશુપાલકોની આશા જીવંત કરી છે.

ત્યારે સાબરડેરી એ તાજેતરમાં જ ઘાય ના દૂધમાં પ્રતિ કિલો ફેટના ૧૦ રૂપિયા અને ભેંસના દૂધમાં ૨૦ રૂપિયા પ્રતિ કિલો ફેટે વધારો કરાયો છે અગાઉ ભેંસના દૂધના પ્રતિ કિલો ફેટના ૫૯૦ રૂપિયા હતા જેમાં ૨૦ રૂપિયાનો વધારો કરતા હાલ ભેંસના દૂધના કિલો ફેટે ૬૧૦ રૂપિયા અને ગાય ના દૂધમાં પ્રતિ કિલો ફેટ અગાઉ ૨૫૪ રૂપિયા ૧૦  રૂપિયા વધારો કરી ગાય ના દૂધ માં કિલો ફેટ હાલ ૨૬૪ રૂપિયા ચુકવવામાં આવશે ત્યારે તેની સામે અત્યારે પશુદાણ બેગ ૬૫ કિલો બેગના ૧૦૭૫ રૂપિયા ભાવ છે ત્યારે હાલ પશુપાલકોને પશુઓના નિભાવ ખર્ચ જેટલી આવક થઇ સરભર થઇ રહ્યું છે.

એક તરફ સાબરડેરી દ્વારા નવીન ભાવો ને અમલ માં લેવા માટે સાબરડેરી સાથે સંકળાયેલી દૂધ મંડળીઓ ને પરિપત્ર કરી જાણ કરાઈ છે તો બીજી તરફ આદર્શ આચારસહિંતા ને લઇ સાબરડેરી ના સત્તાધિશો એ મીડિયા સમક્ષ કંઈપણ કહેવાનો ઇન્કાર કર્યો છે દિવસે દિવસે વધતી જતી મોંઘવારી માં ખેડૂત અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે ત્યારે ખેડૂતો અને મધ્યમ વર્ગ ના લોકો જે પશુપાલન વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેઓ ને હવે દૂધના ભાવ વધતા પશુપાલકો ની આશા જીવંત થઇ છે