Not Set/ સબરીમાલામાં બે મહિલાએ કરેલા પ્રવેશના લીધે મંદિર કરાયું બંધ, થશે મંદિરનું શુદ્ધિકરણ

સબરીમાલા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે મહિલા પ્રવેશની મંજુરી આપી દીધી હતી પરંતુ વિરોધીઓને લીધે મહિલાઓને અયપ્પા ભગવાનના દર્શન કરવાનો લ્હાવો નહતો મળ્યો. મંગળવારે રાત્રે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાએ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. ૪૨ વર્ષીય બિંદુ અને ૪૪ વર્ષીય કનકદુર્ગાએ મદિરમાં પ્રવેશ કર્યો હતો. બે મહિલાઓના પ્રવેશની સાથે જ વર્ષો જૂની […]

Top Stories India Trending
Sabarimala Temple Reuters file 2 સબરીમાલામાં બે મહિલાએ કરેલા પ્રવેશના લીધે મંદિર કરાયું બંધ, થશે મંદિરનું શુદ્ધિકરણ

સબરીમાલા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટે મહિલા પ્રવેશની મંજુરી આપી દીધી હતી પરંતુ વિરોધીઓને લીધે મહિલાઓને અયપ્પા ભગવાનના દર્શન કરવાનો લ્હાવો નહતો મળ્યો.

મંગળવારે રાત્રે ૫૦ વર્ષથી ઓછી ઉંમરની બે મહિલાએ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કર્યા છે. ૪૨ વર્ષીય બિંદુ અને ૪૪ વર્ષીય કનકદુર્ગાએ મદિરમાં પ્રવેશ કર્યો હતો.

બે મહિલાઓના પ્રવેશની સાથે જ વર્ષો જૂની મંદિરની પરંપરા તૂટી ગઈ છે જેમાં મહિલાઓને આવતા પીરીયડસને લીધે ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો.

આ બે મહિલાઓના મંદિરમાં પ્રવેશ કરવાને લીધે હાલ મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મંદિરની શુદ્ધિકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એટલું જ નહી પણ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. મંદિર બંધ કરવાનો નિર્ણય મુખ્ય પુજારીઓ દ્વારા લેવામાં આવ્યો છે.

બે મહિલાના સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરવા અંગે સીએમ પીનારઈએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આજે બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો છે. જે પણ મહિલા મંદિરમાં પ્રવેશ કરવા ઇરછતી હોય તેમને પોલીસ પ્રોટેક્શન આપવાનો નિર્દેશ અમે પોલીસને કર્યો છે.

તમને જણાવી દઈએ કે આની પહેલા પણ આ બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ વિરોધીઓના લીધે તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક મહિલાના પ્રવેશને મંજુરી આપી દીધી હતી.