Not Set/ સાબરકાંઠા / હિંમતનગરના નામાંકિત શુઝ હાઉસ પર ફાયરિંગ, બજારમાં નાસભાગ મચી ગઇ

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે મોડી સાંજે બાઈક સવાર અજાણ્યા શખ્સો દ્વારા હિંમતનગરના નામાંકિત શુઝ હાઉસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા બજારમાં નાસભાગ મચી ગઇ હતી. જિલ્લા એસપી સહિત હિંમતનગર બી ડીવીઝન પોલીસ જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે ટાવર રોડ […]

Gujarat Others
rajkot 2 સાબરકાંઠા / હિંમતનગરના નામાંકિત શુઝ હાઉસ પર ફાયરિંગ, બજારમાં નાસભાગ મચી ગઇ

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે મોડી સાંજે બાઈક સવાર અજાણ્યા શખ્સો દ્વારા હિંમતનગરના નામાંકિત શુઝ હાઉસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા બજારમાં નાસભાગ મચી ગઇ હતી. જિલ્લા એસપી સહિત હિંમતનગર બી ડીવીઝન પોલીસ જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસે ઘટના સ્થળે આવી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે ટાવર રોડ નજીક આવેલ જૂના બજાર વિસ્તારમાં ક્રિષ્ના શુઝ હાઉસમાં બુકાનીધારી બાઇક સવારોએ અચાનક જ વેપારી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પરંતુ વેપારીનો આબાદ બચાવ થયો  હતો.

આ ઘટનાની જાણ જિલ્લા પોલીસને થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.  ત્યાર બાદ પોલીસે આજુબાજુની દુકાનોના સીસીટીવી ફૂટેજ ના આધારે ક્રિષ્ના શુઝ હાઉસ પર કરવામાં આવેલ ફાયરિંગની તપાસ પોલીસે હાથ ધરી હતી.  સાથે માલિકની પણ પૂછપરછ કરી અન્ય કોઈ અંગત અદાવત કે પછી કોઈ દુશ્મનાવટ છે કેમ તેની તપાસ હાથ ધરી છે અને આરોપી સુધી પહોંચવા પોલીસ દ્વારા તમામ પ્રયત્નો અત્યારે હાલ હાથ ધરવામાં આવે છે.

જોકે હિંમતનગર શહેરમાં સમગ્ર બનાવ ચર્ચાસ્પદ બની ચૂક્યો છે.  જોકે હિંમતનગર શહેર માટે આવું કિસ્સો પ્રથમ હોવાને લઇ શહેર ના લોકો ના ટોળે ટોળા  ઘટના સ્થળે આવી પહોચી ગયા હતા.  ત્યારે પોલીસે પણ રાત્રી દરમિયાન  અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસે પણ  આરોપીઓ ના નામ જોગ ફરિયાદ પણ લીધી છે.  આરોપીઓ નવાજ શરીફખાન આલમખાન પઠાણ, મહોમદ નવાઝખાન આલમખાન પઠાણ અને અન્ય એક આરોપી ની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.