માયાજાળ/ સાગરે ક્રિકેટર વિરાટ કોહલી પાસેથી અઢી કરોડની કાર ખરીદી ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપી

સાગરે જમીનો સહિતની મોટાભાગની પ્રોપર્ટી અન્યોના નામે ખરીદી હતી. જેને કારણે પોલીસ માટે સાબિત કરવું મુશ્કેલ બન્યું હતું. બીજીતરફ 2017થી ગેરકાયદે કોલ સેન્ટરોનું રેકેટ ખુલ્લુ પડવા લાગ્યું.

Mantavya Exclusive
YouTube Thumbnail 40 સાગરે ક્રિકેટર વિરાટ કોહલી પાસેથી અઢી કરોડની કાર ખરીદી ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપી

@નિકુંજ પટેલ

પોશ કારમાં ફરતો સાગર લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ ધરાવતો હતો. તેણે 7 મે 2016માં ક્રિકેટર વિરાટ કોહલી પાસેથી 2.5 કરોડની કિંમતની ઓડી આર8 કાર ખરીદી હતી. આ કારની મુળ કિંમત 3 કરોડની હતી. જ્યારે સાગરે આ કાર ખરીદી ત્યારે પણ કાર કોહલીના નામે જ હતી. સાગરે કારના સંબંધિત દસ્તાવેજો પર સહી પણ કરી હતી.

સાગરે આ કાર તેની એક ગર્લફ્રેન્ડને તેની બર્થડે પર ગિફ્ટ આપી હતી. જોકે તે સમયે સાગર ઠાકર ફરાર હતો અને અખાતી દેશોમાં છુપાયો હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું. થાણે ક્રાઈમ બ્રાંચે આ ઓડી કારની તપાસ શરૂ કરી. પોલીસને જાણવા મળ્યું હતું કે સાગરે આ કાર તેના એક ફ્રેન્ડના ઘરે રાખી છે. પણ કારનો પતો લાગ્યો ન હતો. બાદમાં પોલીસે સાગરના ખાસ સાથીદારની પુછપરછ કરતા કાર દિલ્હીમાં હોવાની જાણ થઈ હતી. અંતે થાણે પોલીસે દિલ્હીથી કાર કબજે કરી હતી અને થાણે લાવ્યા હતા.

જોકે વિરાટ કોહલીને કોલ સેન્ટર કિંગ સાગર ઠાકરના કરતૂતોની જાણ ન હતી, એમ તત્કાલીન થાણે પોલીસ કમિશનર પરમવીર સિંહે તે સમયે કહ્યું હતું.સાગર ઠાકર ઉર્ફે સેગીના અમદાવાદ, થાણે ઉપરાંત ગાઝિયાબાદ અને નોઈડામાં પણ અનેક કોલ સેન્ટર ચાલતા હતા. રોજનું અંદાજે 1 લાખનું ટર્ન ઓવર ધરાવતા સાગરના કોલ સેન્ટરોમાં 3000થી વધુ ફક્ત કોલર કામ કરતા હતા. બેંગકોક અને અમેરિકામાં હોટેલો ધરાવતો સાગર ઠાકર અમદાવાદમાં એકરોમાં જમીન ધરાવતો હતો. સાગરના પિતા મુકેશ ઠાકરે અમદાવાદમાં 5000 સ્કવેર મીટરનો અઢી કરોડની કિંમતનો વિશાળ બંગલો પણ ખરીદ્યો હતો. જોકે તે સમયે મુકેશ ઠાકર તેમની પત્ની અને પુત્રી રીમા સાથે અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા.

સાગરે જમીનો સહિતની મોટાભાગની પ્રોપર્ટી અન્યોના નામે ખરીદી હતી. જેને કારણે પોલીસ માટે સાબિત કરવું મુશ્કેલ બન્યું હતું. બીજીતરફ 2017થી ગેરકાયદે કોલ સેન્ટરોનું રેકેટ ખુલ્લુ પડવા લાગ્યું. તપાસમાં સાગર ઠાકરની બહેન રીમા જોશીની ચાવીરૂપ ભુમિકા હોવાનું બહાર આવતા પોલીસે રીમાને શોધવા ચક્રો ગતિમાન કર્યા. રીમા જોશી સાગરના ગેરકાયદે કોલ સેન્ટરોનું આર્થિક સંચાલન કરવાની ભુમિકા ભજવતી હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું. અમદાવાદમાં બ્યુટીપાર્લર ચલાવતી રીમા અમદાવાદ અને થાણેના કોલ સેન્ટરોનો આર્થિક વ્યવહાર કરવા સાથે એકાઉન્ટ પણ સંભાળતી હતી.

જેને પગલે થાણે પોલીસે જૂન 2018માં રીમા જોશીને પુછપરછ માટે બોલાવીને અંતે તેની ધરપકડ કરી હતી. પોલીસ ગેરકાયદે કોલ સેન્ટરમાં મની ટ્રાયલ કેવી રીતે ચાલતી હતી તે શોધવા મથતી હતી. પોલીસને રેકેટના નાણાં હવાલા કે આંગડીયાથી આવતા હોવાની પાકી શંકા હતી. રીમા કોલ સેન્ટરોના 5 કરોડના મની લોન્ડ્રીંગમાં સંડોવાયેલી હોવાની પોલીસને શંકા હતા. જોકે તે સમયે રીમા ફરાર હતી.

મોટાપાયે ચાલતા આ ગેરકાયદે કોલ સેન્ટરના આ મસમોટા રેકેટમાં સ્વાભાવિક છે કે પોલીસના છુપા આશીર્વાદ હોય જ. ઉચ્ચ પોલીસ અધિકારીઓની તપાસમાં પણ તે બહાર આવ્યું. કોલ સેન્ટરોના સંચાલકો અને પોલીસ વચ્ચે કેવી  સાંઠગાંઠ હતી.. આગામી એપિસોડમાં જુઓ તેની રસપ્રદ વાતો.


whatsapp ad White Font big size 2 4 સાગરે ક્રિકેટર વિરાટ કોહલી પાસેથી અઢી કરોડની કાર ખરીદી ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપી


આ પણ વાંચો:‘ઉડતા વડોદરા’ બનાવવા હેરોઈન લાવનાર શખ્સની ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં બન્યો હાઈ-સ્પીડ રેલનો પ્રથમ સ્ટીલ બ્રિજ

આ પણ વાંચો:સુરતમાં ધારાસભ્યએ માથાભારે બિલ્ડર વિરુદ્ધ પોલીસ કમિશનરને પત્ર લખ્યો

આ પણ વાંચો:રિપેરિંગને લઈ શાસ્ત્રી બ્રિજ 5 મહિના બંધ, ડાઈવર્ઝન અંગે ટૂંકમાં નિર્ણય