Entertainment/ સૈફ અલી ખાનના હાથમાં ‘કરીના’ નામનું ટેટુ ગાયબ! વાયરલ ફોટોને લઈ ચર્ચા

થોડા દિવસો પહેલા જ બંને એકબીજાને લિપ-લોક કરતા જોવા મળ્યા હતા, તો અચાનક તેમના અલગ થવાની ચર્ચાઓ ક્યાંથી જોવા મળી… હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ…………..

Trending Entertainment
Image 2024 05 15T160139.333 સૈફ અલી ખાનના હાથમાં ‘કરીના’ નામનું ટેટુ ગાયબ! વાયરલ ફોટોને લઈ ચર્ચા

Entertainment: સોશિયલ મીડિયા પર તોફાન છે. એક ફોટોએ માત્ર ઈન્ટરનેટને જ નહીં પરંતુ લોકોને વિચારવા માટે પણ મજબૂર કરી દીધા છે. હાલમાં બોલિવૂડના એક લોકપ્રિય કપલના અલગ થવાની અફવાઓએ જોર પકડ્યું છે. જે કપલને લઈને અત્યારે આટલી સનસનાટી મચી છે તે બીજું કોઈ નહીં પણ સૈફ અલી ખાન અને કરીના કપૂર છે .

થોડા દિવસો પહેલા જ બંને એકબીજાને લિપ-લોક કરતા જોવા મળ્યા હતા, તો અચાનક તેમના અલગ થવાની ચર્ચાઓ ક્યાંથી જોવા મળી… હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણ કે અભિનેતાના હાથ પર તેની પત્નીના નામનું ટેટૂ હવે તેમને દેખાતું નથી, પરંતુ તેની જગ્યાએ એક નવું ટેટૂ દેખાઈ રહ્યું છે. એવું લાગે છે કે કરીનાના ટેટૂને ઢાંકવા માટે નવું ટેટૂ બનાવ્યું છે.

સૈફે લગ્ન પહેલા પોતાના હાથ પર દેવનાગરીમાં કરીના લખેલી હતી. કરીનાએ ઘણી વખત આ ટેટૂનો ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે સૈફ કેટલો રોમેન્ટિક છે. જો કે, હવે તે ટેટૂ અભિનેતાના હાથમાંથી ગાયબ છે અને તેની જગ્યાએ એક નવું ટેટૂ દેખાઈ રહ્યું છે. જોકે, તેના ચાહકો ચોંકી ગયા છે કે લગ્ન પહેલા સૈફે પોતાના હાથમાં દેવનાગરી ભાષામાં કરીના નામનું ટેટુ દોરાવ્યું હતું. હવે એ ટેટુ તેના હાથમાંથી ગાયબ છે, તેના બદલે નવું ટેટુ નજર આવી રહ્યું છે.

કોઈ યુઝરે લખ્યું કે, હવે કોઈ ત્રીજીના ચક્કરમાં ના પડતાં. તો અન્ય યુઝરે કહ્યું કે, હવે લગ્ન થઈ ગયા, બાળકો પેદા કરી લીધાં, ક્યાં સુધી આશિકી દેખાડશે…



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આલિયા ભટ્ટની સ્પેશિયલ મેટ ગાલા સાડીએ સૌનું ધ્યાન ખેંચ્યું

આ પણ વાંચો:‘ક્રિકેટ જ જીંદગી છે’, શ્રીમતી ધોની બનીને પહોંચી સ્ટેડિયમમાં જાન્હવી કપૂર

આ પણ વાંચો:જરૂરિયાતથી વધુ વિચારે છે આલિયા ભટ્ટ, આવી રીતે સંભાળે છે રણબીર કપૂર