Botad/ સાળંગપુર શતામૃત મહોત્સવ: શ્રધ્ધાળુએ સોનાનો હિરા જડિત મુગટ અર્પણ કર્યો,  માત્ર 10 કારીગરોએ 3 મહિનામાં તૈયાર કર્યો

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 16 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. આ ઉજવણી પ્રસંગે એક શ્રદ્ધાળુએ હનુમાનજીદાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અર્પણ કર્યો.

Top Stories Gujarat
મનીષ સોલંકી 9 સાળંગપુર શતામૃત મહોત્સવ: શ્રધ્ધાળુએ સોનાનો હિરા જડિત મુગટ અર્પણ કર્યો,  માત્ર 10 કારીગરોએ 3 મહિનામાં તૈયાર કર્યો

ગુજરાતના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 108 કુંડી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. 175 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિર ખાતે શતામૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 16 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. આ ઉજવણી પ્રસંગે એક શ્રદ્ધાળુએ હનુમાનજીદાદાને એક કિલો સોનાનો હીરા જડિત મુગટ અર્પણ કર્યો. આ મુગટ 10 કારીગરો દ્વારા માત્ર 3 મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે.

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દેશભરમાં પ્રખ્યાત છે. હાલમાં મંદિર ખાતે શતામૃત મહોત્વસની ઉજવણી ચાલી રહી છે. ત્યારે સુરતના એક ભક્ત દ્વારા કથામંડપમાં હનુમાનજી દાદાને સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો. આ હરિભક્તે શતામૃત ઉજવણી પ્રસંગે વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ અને સંતોની ઉપસ્થિતમાં હીરાજડિત મુગટ અર્પણ કર્યો. આ હરિભક્ત સુરતના ઉદ્યોગપતિ છે.

સુરતને ‘Diamond’નું શહેર કહેવાય છે. હનુમાનજી દાદાને અર્પણ કરવામાં આવેલ હીરાજડિત મુગટ સુરતમાં જ બનાવવામાં આવ્યો. આ મુગટ ગદા, કળા કરતાં બે મોર, મોરપિંછ અને ફલાવરની આકૃતિના કારણે વધુ શોભાયમાન લાગે છે. મુગટમાં 375 કેરેટ ડાયમંડ છે જયારે કુંડળમાં 7200 ડાયમંડ લગાવવામાં આવ્યા છે. દિવાળી તહેવાર અને રજાઓને લઈને હાલમાં મોટી સંખ્યામાં સાળંગપુર શતામૃત મહોત્સવમાં ભાગ લેવા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે.


whatsapp ad White Font big size 2 4 સાળંગપુર શતામૃત મહોત્સવ: શ્રધ્ધાળુએ સોનાનો હિરા જડિત મુગટ અર્પણ કર્યો,  માત્ર 10 કારીગરોએ 3 મહિનામાં તૈયાર કર્યો


આ પણ વાંચો :Australia/ ઓસ્ટ્રેલિયામાં શીખ સાથે જાતીય ભેદભાવ, ભારત પરત જવાની આપી ધમકી

આ પણ વાંચો : Afghani Girl/ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સાથે-સાથે છવાયેલી વાઝમા અયુબી છે કોણ

આ પણ વાંચો : APEC Summit 2023/ APEC માં, બિડેને સ્થિર યુએસ-ચીન સંબંધોની હિમાયત કરી