Drugs/ સમીર વાનખેડેને આર્યન ખાન ડ્રગ્સ કેસમાંથી હટાવ્યા, મુંબઈ NCBના જોઈન્ટ ડિરેક્ટર તરીકે યથવાત રહેશે

આર્યન ખાન કેસની તપાસ માટે દિલ્હીથી નવા અધિકારી મોકલવામાં આવી શકે છે

Top Stories India
Untitled 78 સમીર વાનખેડેને આર્યન ખાન ડ્રગ્સ કેસમાંથી હટાવ્યા, મુંબઈ NCBના જોઈન્ટ ડિરેક્ટર તરીકે યથવાત રહેશે

ક્રુઝ ડ્રગ્સ કેસમાં સમીર વાનખેડેને આર્યન ખાન કેસમાંથી હટાવી દેવામાં આવ્યો છે. તેમને છ કેસની તપાસમાંથી હટાવવામાં આવ્યા છે. પરંતુ તેઓ મુંબઈ NCBના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ચાલુ રહેશે. હવે આર્યન ખાન કેસની તપાસ દિલ્હી NCBની ટીમ કરશે. સંજય સિંહ હવે આર્યન અને સમીર ખાનનો કેસ જોશે. NCB તરફથી કહેવામાં આવ્યું છે કે સમીર વાનખેડે પર લાગેલા આરોપોને કારણે તેમને આ કેસમાંથી હટાવવામાં આવ્યા છે જેથી નિષ્પક્ષ તપાસ થઈ શકે.

NCB સાઉથ-વેસ્ટર્ન ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મુથા અશોક જૈને જણાવ્યું હતું કે, “અમારા ઝોનમાં કુલ 6 કેસની તપાસ હવે દિલ્હી ટીમો  દ્વારા કરવામાં આવશે, જેમાં આર્યન ખાનનો કેસ અને 5 અન્ય કેસનો સમાવેશ થાય છે. આ એક વહીવટી નિર્ણય છે.”

સમીર વાનખેડે પર સતત નિશાન સાધી રહેલા મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેણે ટ્વીટ કર્યું કે, સમીર વાનખેડેને આર્યન ખાન સહિત પાંચ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. એવા 26 કેસ છે જેની તપાસ જરૂરી છે. આ માત્ર શરૂઆત છે. આ સિસ્ટમને સાફ કરવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે અને અમે તે કરીશું.”