Not Set/ દુનિયાની સૌથી યુવા પ્રધાનમંત્રી બની સના મરીન, 34 વર્ષની ઉંમરે બનાવ્યો રેકોર્ડ

ફિનલેન્ડની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીએ 34 વર્ષીય પૂર્વ પરિવહન પ્રધાન સના મરીનને વડા પ્રધાન પદ માટે પસંદ કર્યા છે. આ સાથે, તે દેશનાં ઇતિહાસમાં સૌથી યુવા વડા પ્રધાન બની ગઇ છે. આ પહેલા, યુક્રેનથી 35 વર્ષ જુના ઓલેકસી હોંન્ચેરુક સૌથી નાની વયે પ્રધાનમંત્રી બન્યા હતા. સના મરીન 10 ડિસેમ્બર 2019 નાં રોજ વડા પ્રધાન પદની શપથ […]

Top Stories World
Sanna Marin દુનિયાની સૌથી યુવા પ્રધાનમંત્રી બની સના મરીન, 34 વર્ષની ઉંમરે બનાવ્યો રેકોર્ડ

ફિનલેન્ડની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીએ 34 વર્ષીય પૂર્વ પરિવહન પ્રધાન સના મરીનને વડા પ્રધાન પદ માટે પસંદ કર્યા છે. આ સાથે, તે દેશનાં ઇતિહાસમાં સૌથી યુવા વડા પ્રધાન બની ગઇ છે. આ પહેલા, યુક્રેનથી 35 વર્ષ જુના ઓલેકસી હોંન્ચેરુક સૌથી નાની વયે પ્રધાનમંત્રી બન્યા હતા. સના મરીન 10 ડિસેમ્બર 2019 નાં રોજ વડા પ્રધાન પદની શપથ લેશે. આ પહેલા તે યુક્રેનની પરિવહન પ્રધાન રહી ચૂકી છે.

સના મરીન ફિનલેન્ડની સૌથી મોટી ‘સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી’ થી છે. તે ફિનલેન્ડની ત્રીજી મહિલા વડા પ્રધાન બનવા જઈ રહી છે. ધ ગાર્ડિયનનાં જણાવ્યા અનુસાર, સના મરીનની માતા એક સિંગલ મધર હતી, જે હવે સમલિંગી સંબંધમાં છે. સના 8 ડિસેમ્બરનાં રોજ ચૂંટણીમાં જીતનાર નેતા એન્ટિ રિનેનું સ્થાન લેશે, જેમણે પોસ્ટ હડતાલ સાથે વ્યવહાર કરવા માટે ગઠબંધન ભાગીદાર સેન્ટર પાર્ટીનો વિશ્વાસ ગુમાવ્યા બાદ રાજીનામું આપ્યું હતું.

સના મરીન તેના પરિવારની પહેલી મહિલા છે જે ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટી ગઈ હતી. આપને જણાવી દઇએ કે, ત્રીજા નંબરે સૌથી ઓછી વયે વડા પ્રધાન, જેકિંડા આર્ર્ડન છે, જે 39 વર્ષની વયે ન્યૂઝીલેન્ડનાં વડા પ્રધાન બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.